या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते

या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते ।

या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते

सा मां रक्षतु शारदा सुमतिदा श्रीरामचंद्रात्मजा ॥1॥

या लीलासहचारिणी नरगुरो: श्रीरामकृष्णस्य या

विश्वेषां च दिवौकसां प्रणुवतामिष्टार्थसिद्धिप्रदा ।

यामाराध्य हि सर्वयोगिमुनय: प्राप्ता विमुक्तिं स्थिरां

तामम्बां न उपास्महे त्रिजगतामेकाश्रयां शारदाम् ॥2॥

भवाग्नौ सन्दग्धैर्दुरितनिहतैर्दु:खभरितै:

हरेर्हृत्पद्मं युद्ध्यहह मुकुलीभूतसुदलम् ।

ध्रुवं तत्पीडायास्त्रिदिवमधुगङ्गेव गलिता

दया या माताऽभूदवतु दयया मां जयतु सा ॥3॥

शाखावल्लवपत्रपुष्पभरित: कश्चिन्महाविद्रुम:

छायां यच्छति शीतलामतिहितां पौष्पं च वर्षं सुखम् ।

आत्मानं ननु वृश्चतेऽपि स यथा माता तथा पीडनं

बन्धुनां सततं कुशिष्यचरितं सोड्ढ्वा वरान्यच्छति ॥4॥

सर्ववेदशास्त्रशिल्पसारबोधदायिनीं, शर्वधातृविष्णुरुपसर्वदेवविग्रहाम् ।

सर्वलोकसर्वजीवसर्वभूतधारिणीं, सर्वतापहारिणीं सदा नमामि शारदाम् ॥5॥

‘परदोषानन्वेष्टुं यच्छीलं तव सूनो, तद्धित्वा परमेशे भक्तिं वै कुरु सततम् ।’

इत्युक्त्वा मृतिकाले परमेशं प्राप्ता या, साऽपायात् पायान्मां मृतिभीतं सुखदासम् ॥6॥

माता मे परमा शक्ति: शारदेति प्रथां गता ।

स्थिते चैवं जनेर्मृत्योस्सङ्कष्टान्मे भयं कुत: ॥7॥

 

જે માતા તનયા મહા-જલધિની, ‘લક્ષ્મી’ કહાવે વળી,

જે માતા તનયા મહા-ગિરિતણી, ‘ગૌરી’ ય તે એ જ છે;

જે ‘વાણી’ વિમલા વિરંચિમુખથી વહેતી સદા શર્મદા,

તે રક્ષો મુજને સદા સુમતિદા, રામાત્મજા શારદા ॥1॥

જે લીલાસહભાગિની જનગુરુ, શ્રીરામકૃષ્ણાશ્રિતા,

જે સર્વે સુરવન્દિતા સુવરદા, ઇષ્ટાર્થ-સિદ્ધિ-પ્રદા;

સેવી માત જ સર્વયોગનિરતો, પામ્યા સદા મોક્ષને,

અંબા તેહ ઉપાસીએ જગતની, એકાશ્રયા શારદા. ॥2॥

બળેલા સંસારે, કરમ દુખિયારા જનતણા,

શમાવે હૈયાનું, કમળ હરિનું ફુલ્લ જ્યમ એ;

ખરે તે પીડાની, શમનકર ગંગા ત્યમ વહે,

દયારૂપા માતા, થઈ મુજ પરે ર્હેમ કરજો. ॥3॥

શાખા-પલ્લવ-પાન-ફૂલ ભરિયું, કોઈ મહાવૃક્ષ જે,

છાયો દે અતિ શીત ને વરસતું, ફૂલો તણી વૃષ્ટિને;

પોતે છો તવતું ખરે જ જનની, એવી જ રીતે સહે,

ભાંડુ-શિષ્ય તણાં ખરાબ ચરિતો, તોયે વરો આપતાં. ॥4॥

સર્વવેદ-શાસ્ત્ર-શિલ્પ-સાર-બોધ-દાયિની, વિરંચિ-વિષ્ણુ-શંકરાદિ સર્વદેવરૂપિણી;

સર્વલોક-સર્વજીવ-સર્વભૂત-ધારિણી, સર્વતાપહારિણી સદા નમું જ શારદા. ॥5॥

‘પરદોષો જોવાની, જે વૃત્તિ તારી બેટા! તે છોડી પરમેશે; ભક્તિ તું કર નિશદિને’;

– બોલી અંતિમ સમયે, પ્રભુને પામ્યાં જે, તે દુ:ખથી ઉગારો મુજને; મોતડરેલા સુખલુબ્ધને. ॥6॥

શારદા નામનાં માતા, મારાં છે ભક્તિરૂપિણી;

હવે શાનો મને લાગે, ભય કૈં જન્મમૃત્યુનો? ॥7॥

Total Views: 454

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.