(એક રોગિષ્ઠ વ્યક્તિને પત્ર)

આપને આટલું બધું સહન કરવું પડે છે એ જાણીને મને ખૂબ જ દુઃખ થાય છે; પણ તમારા દુઃખમાં મને જે કંઈ થોડી નિરાંત થાય છે અને લાગણીને મધુર બનાવે છે તે એ કે પ્રભુના તમારા તરફના પ્રેમની એ સાબીતી છે. એને એ રીતે જુઓ તો તમે એને સહેલાઈથી સહન કરી શકશો. તમારી બાબતે મારો અભિપ્રાય એવો છે કે આપણે માનવીય ઉપાયો છોડી દઈને સંપૂર્ણપણે ભગવાનના સંકેત પર નિર્ભર રહેવું જોઈએ. કદાચ એ પ્રકારની આપણી નિર્ભરતાની, તમને સાજા કરવા માટે એના પરના તમારા પૂર્ણ વિશ્વાસની એ રાહ જોઈ રહ્યા હશે. કારણ એ છે કે તમારા સર્વ પ્રયત્ન છતાં વૈદો સફળ થયા નથી અને તમારો રોગ વધતો જ રહ્યો છે, તો હવે તમારી જાતને સંપૂર્ણપણે પ્રભુને સોંપી એની પાસેથી જ સર્વ વસ્તુની અપેક્ષા રાખવી જોઈએ.

મેં આપને મારા આગળના પત્રમાં બતાવ્યું હતું કે પ્રભુ કેટલીક વખત શારીરિક રોગો, આત્માના વિકારોને સાજા કરવા માટે આવવા દેતા હોય છે. હિંમત રાખો, જરૂરિયાતનો સદ્ગુણ બનાવો, અને પ્રભુ પાસે દુઃખમાંથી મુક્તિ નહીં, પણ એમના પ્રેમને ખાતર, એ જે ઈચ્છે અને જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી અને નિશ્ચયપૂર્વક સહન કરવાની શક્તિ માગો.

આવી પ્રાર્થનાઓ, ખરેખર આપણા સ્વભાવને કંઈક કહે છે. પણ પ્રભુને ખૂબ સ્વીકાર્ય હોય છે. જે લોકો એને ચાહે છે તેને તો એ મધુર લાગે છે. પ્રેમ દુઃખને મધુર બનાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુને ચાહે છે, ત્યારે એને ખાતર આનંદ અને હિંમતથી એ સહન કરે છે. આપને મારી એ કરવાની વિનંતિ છે. આપણાં સર્વે દર્દોનું એ એક વૈદમાં જ આશ્વાસન લો. દુઃખાર્તોનો એ પિતા છે અને મદદ કરવા હમેશાં તત્પર હોય છે. આપણે કલ્પીએ તેના કરતાં ખૂબ જ વધારે એ આપણને ચાહે એને જ ચાહો, બીજે ક્યાંય આશ્વાસન શોધવાનો પ્રયત્ન ન કરો. હું આશા રાખું છું કે આપને તુરત મળે – નમસ્તે! મારી પ્રાર્થનાથી, એ ગમે તેટલી નિર્બળ હશે તો પણ, આપને મદદ કરવાના પ્રયત્ન કરીશ.

તમારો વિ.

(‘પ્રભુમય જીવન’ (પૃ. ૮૫ થી ૯૦) માંથી

Total Views: 217

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.