ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. – સં.

શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્

કોલકાતા

૧૩ એપ્રિલ, ૧૯૨૧

ચિરંજીવી શ્રીમાન,

…આશ્રમ તયહર – તીાજ્ઞિશિંક્ષલ (સ્વનિર્ભર) થયો છે, તે જાણીને આનંદ થયો. શ્રીશ્રી રામકૃષ્ણદેવે તમને યંત્રસ્વરૂપ બનાવીને તે કામ કરાવી લીધું, એ વિશેષ આનંદની વાત છે. તેમનાં શ્રીચરણોમાં તમને અવિચલ ભક્તિ મળો…

શુભાકાંક્ષી,

શ્રી સારદાનંદ

******

કોલકાતા
૧૪ સપ્ટેમ્બર, ૧૯૧૭

ચિરંજીવી પ્ર-

…ગામમાં જૂથવાદ (ગ્રુપિઝમ) ચાલે છે એ વિશે તમે જે લખ્યું છે તે બાબત પરામર્શ કે સમાધાન થાય ત્યારે જણાવશો. તમને પ્રાયશ્ચિત્ત સંબંધે મારો અભિપ્રાય આ પ્રમાણે છે :

(૧) પ્રાયશ્ચિત્ત જેનાથી ન કરવું પડે તેવી કોશિશ કરજોે. (ગામના લોકોને) સમજાવજો કે, આપણે જે કર્મ કરીએ છીએ એ દયાનું કાર્ય માત્ર છે; સમાજ સાથે કોઈ સંબંધ નથી. આ રીતે સમાજમાં દયાનું કાર્ય ન કરવા દેવામાં આવે તો સમાજમાં બધા સભ્યોને સામુહિક હાનિ પહોંેચે.

આવી રીતે સમજાવવા છતાં પણ તેઓ ન સમજે તોે થોડા પૈસા ખર્ચ કરવાથી જૂથવાદ દૂર થાય તેને માટે પ્રાયશ્ચિત્ત કરવું જ ઉત્તમ. તો પણ પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા અપનાવી લેવાની ઘડીએ આખાય સમાજમાં સૌને નિર્ભયતાથી કહેજો : ‘આપ સૌની વ્યવસ્થા અમે સ્વીકારીએ છીએ. પરંતુ આ રીતે અસહાય પીડિત મનુષ્યોને મદદ કરવાની તક ભવિષ્યમાં જ્યારે ફરીથી મળશે, ત્યારે જ અમે પુનશ્ચ આવા સેવાકાર્ય ફરીવાર કરીશું; ફરીથી પ્રાયશ્ચિત્ત કરવું પડે તો પણ કરીશું; કારણ કે દયામાયા ભૂલીને માનવ પશુ બની જાય તે યોગ્ય નથી.’

સ્મૃતિના વિધાન પ્રમાણે આવાં કાર્ય પ્રાયશ્ચિત્તયોગ્ય છે એવો ક્યાંય નિર્દેશ આપ્યો નથી. નિ :સ્વાર્થ કામ ક્યારેય દુષ્કર્મ તરીકે ગણવામાં આવતું નથી. એટલે નિ :સ્વાર્થકામ સ્મૃતિના વિધાનથી પર છે. તમને લોકોને કોઈ ભય નથી. ઠાકુર કોઈ ને કોઈ પ્રકારે સમાજના આવા અન્યાય-અત્યાચાર સામે તમારું રક્ષણ કરશે.

શુભાકાંક્ષી,

શ્રી સારદાનંદ

Total Views: 356

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.