કોલકાતા
૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૭
ચિરંજીવી પ્ર-
તમારો ૧૭મી સપ્ટેમ્બરનો પત્ર વાંચીને આનંદ થયો…
સભામાં સાથાલ – સંસ્કારની બાબત પોતાની મેળે ઉલ્લેખ કરવાની જરૂર નથી. સત્કાર્ય પોતે આપમેળે પ્રચાર કરે છે. એ જોઈને લોકોની શંકાકુશંકા દૂર થાય છે. એટલે કાર્ય કરતા જાઓ, વધારે વાતચીતનું પ્રયોજન નથી. પોતાની મેળે આ વિશે ઉલ્લેખ કરવાથી પોતે જ શિક્ષાપાત્ર બનશો. દંભ સહિત કોઈ પણ કામ કરવાથી તે કાર્ય અસત્ કાર્ય થઈ જાય છે.
બાબુરામ મહારાજ અને એ સાથે અમારાં પ્રીતિ, આશીર્વાદ જાણશો. આજકાલ મોટાભાગના પત્ર બીજાઓ દ્વારા લખાવું છું. અહીંયાં કુશળમંગળ. વચ્ચે વચ્ચે કુશળ તમે લખશો.
શુભાકાંક્ષી, શ્રી સારદાનંદ
***
શ્રીશ્રી રામકૃષ્ણ: શરણમ્
કોલકાતા
૧૫ ઓક્ટોબર, ૧૯૨૧
ચિરંજીવી પ્ર-
તમારો ૨૬મી સપ્ટેમ્બરનો પત્ર મળ્યો. ગામના જમીનદાર લોકોએ અડધા ગુંઠાની જમીન બળજબરીથી પડાવી લીધી તે જાણ્યું. એને માટે ઝઘડો કરવાની જરૂર નથી. તો પણ આપણે શ્રીરામકૃષ્ણદેવના કાર્ય માટે જેટલી ભૂલ થઈ છે તેને માટે તેમની પાસે ક્ષમાપ્રાર્થના કરીને બની શકે તેટલું જલદીથી સમાધાન કરી લેવું એ જ અત્યારે આપણું કર્તવ્ય છે – એટલે કે કેટલાક થાંભલા ઝડપથી બાંધી લેશો… હું ઘણો દૂર છું, વળી તેના તદ્ઉપરાંત ગામડા ગામના જમીનદારની કૂટનીતિ પણ આ બધા (જમીન સંપાદન) વગેરે કામમાં ખાસ સમજાય નહીં. એટલે તમે જેમ સલાહ પરામર્શ આપશો તે રીતે જ કામ કરીશ. તમે લોકો શ્રીશ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા સારદાદેવીનાં સંતાન છો, આપણે એક જ કુટુંબ (શ્રીરામકૃષ્ણ પરિવાર) ના સભ્યો, તમે જે સારું કહેશો તે સિવાય બીજું શું કરીએ ?
આશીર્વાદ જણાવું છું. તથા કે-વગેરે આશ્રમના બધાને જણાવશો…
શુભાકાંક્ષી, શ્રી સારદાનંદ
Your Content Goes Here




