સ્વામી વિવેકાનંદ
૬૩ સેન્ટ જ્યોર્જીસ રોડ,
લંડન, એસ. ડબલ્યુ.,
૧૭ મી જુલાઈ
પ્રિય મિત્ર,
તમારા અત્યંત બોધપ્રદ પુસ્તક માટે ઘણો ઘણો આભાર.
એમાનાં થોડાં પૃષ્ઠો હું અત્યાર સુધીમાં જોઇ ચુક્યો છું અને તેમાંથી થોડા મહાન અને સુંદર બોધપાઠો અત્યાર સુધીમાં શીખ્યો છું. ખાસ કરીને તમે જ્યાં આગ્રહ કરો છો કે ભગવાન ઇસુનું જીવન એમનાં ઉપદેશોની એક માત્ર વ્યાખ્યા છેઅનેે આપણને ખાતરી છે કે જ્યાં જ્યાં નોંધેલા ઉપદેશો એમના જીવન સાથે વિરોધાભાસી લાગે છે એ નોંધ ખોટી હતી. આ એક અદ્ભુત અંતર્દૃષ્ટિ અને તીક્ષ્ણ દલીલ છે. હું ચોક્કસ આ પુસ્તક અનેકવાર વાંચવાનો છું અને એમાંથી મને ઘણા બોધપાઠો શીખવા મળશે. પ્રભુ આપના દ્વારા સુદીર્ઘકાળ સુધી બોલતા રહે – કારણ કે તમારા જેવા પ્રેરણાદાયી આત્માઓની આવશ્યકતા વિશ્વને પહેલાં ક્યારેય ન હતી એટલી આજે છે.
પ્રભુની સેવામાં હમેશાં તમારો,
વિવેકાનંદ
Your Content Goes Here




