આપણે તે દેશ કેવા? આપણે વિદેશ કેવા?
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા, કોટડાં કૂદીને ભાગ્યા,
આપણે કેદી ના કારાગારના હે…જી.
આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી,
પાંખ જો પ્રકાશ-ભીંજી,
આપણે પીનારાં તેજલધારનાં હો…જી.
આપણે ભજનિક ભારે,
આપણે તે એકતારે રણકે છે રામ જ્યારે,
આપણા આનંદ અપરંપારના હે…જી.
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
Your Content Goes Here




