એક દેડકાને એકવાર એક રૂપિયો જડ્યો. એને એ પોતાના દરમાં લઈ ગયો.
એક દિવસ એની ઉપરથી એક હાથી નીકળ્યો.
દેડકો તરત ગુસ્સે ભરાઈ બહાર આવ્યો.
હાથીને લાત મારવા પોતાનો એક પગ તેણે ઊંચો કર્યો અને, પછી કહ્યું, ‘મારા ઉપરથી નીકળવાની તારી હિમ્મત ?’
પૈસો આવો ગર્વ જન્માવે છે.
Your Content Goes Here




