સ્વામી વિવેકાનંદજીને વાંચીએ ત્યારે એક નવી જ ઊર્જા મળતા આપણે ઊર્જાવાન પણ બનીએ છીએ. એમની તસ્વીર દર્શન પણ નવો જોમ જુસ્સો આપી જાય છે. સ્વામીજીના કોઈ પુસ્તકને વાંચીએ ત્યારે સ્વામીજી આપણામાં વસી જાય છે. અને એ ઊર્જા આમૂલ પરિવર્તન લાવતી હોય છે. શાળાના બાળકો દફતરમાં સ્વામીજીની તસ્વીર રાખતા થયા છે. અને તેઓના તકદીર પણ બદલાઈ રહ્યા છે. અને ઊર્જાવાન બની રહ્યા છે. બસ આ ઊર્જા શું શું પરિવર્તન લાવી જિંદગીને એક સફળતાના મુકામ સુધી તો લઈ જાય છે. પણ આરોગ્યમાં પણ ઊર્જાવાન બની રાષ્ટ્રની સેવામાં પણ આ ઊર્જાનો ઉપયોગ કરવા યુવાનો કટિબદ્ધ બનતા પણ જોવા મળે છે. તો આવો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહીએ. નવી ઊર્જાની ખાણ એટલે જ સ્વામીજીના પુસ્તકો.
‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.
Your Content Goes Here




