पीत्वा पीत्वा परमममृतं
वीतसंसाररागा;
हित्वा हित्वा सकलकलह-
प्रापिणीं स्वार्थबुद्धिम्।
ध्यात्वा ध्यात्वा गुरुवरपदं
सर्वकल्याणरूपम्
नत्वा नत्वा सकलभुवनं
पातुमामन्त्रयामः॥
प्राप्तं यद्वै त्वनादिनिधनं
वेदोदधिं मथित्वा
दत्तं यस्य प्रकरणे
हरिहरब्रह्मादिदेवैर्बलम्।
पूर्ण यत्तु प्राणसारैर्भौमनारायणानां
रामकृष्णस्तनुं धत्ते
तत्त्वपूर्णपात्रमिदं भोः॥
સંસારનાં બંધન છોડી દઈને પરમ અમૃતનું પાન કરીને બધા કજિયાની જનેતા એવી સ્વાર્થબુદ્ધિને ત્યજી દઈને અમે બધાં કલ્યાણરૂપ આપણા શ્રીગુરુ મહારાજનાં ચરણનું ધ્યાન કરીને, વારંવાર પ્રણામ સાથે અમે આખા જગતને આ અમૃત પીવા આમંત્રણ આપીએ છીએ.
આ અમૃત વેદોના અનંત સાગરને વલોવીને મેળવ્યું છે; તેમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને બીજા દેવોએ પોતાનું બળ ઉમેર્યું છે; તે પૃથ્વી પરના અવતારોના જીવનસત્ત્વથી ભરપૂર બન્યું છે. આવા અમૃતના ભરેલ પૂર્ણ પાત્રને શ્રીરામકૃષ્ણદેવ પોતાના દેહમાં ધારણ કરે છે.
(સ્વામી વિવેકાનંદ રચિત ‘ભય કોનો’માંથી, 8.237)
One Comment
Leave A Comment
Your Content Goes Here






Advitiya Astitva. An acclaimed writer, speaker and philosopher saint!!!