તું શુભંકરી, શિવંકરી,
ક્ષેમંકરી મા શારદે!
ચરણેર તવ ઐશ્વર્ય સર્વ
ભર્યું પડ્યું સર્વદે!
અખિલેશ્વરી, આનંદેશ્વરી,
અમૃતેશ્વરી તું મા,
અજ્ઞાન હરતી, જ્ઞાન ભરતી
જગતતારિણી તું મા,
ચરણે તુ જ કલ્યાણ બધું જ
આવી વસ્યું નર્મદે!
તું વીણા વાદિની, ચિતિદાયિની,
મહેશ્વરી તું મા,
વિશ્વેશ્વરી, વિશુદ્ધકારિણી,
તું વિશ્વંભરી જ મા,
ચરણે તારે સકલ ચેતન
વસી રહ્યું હે શારદે!
તું શુભંકરી, શિવંકરી,
ક્ષેમંકરી મા શારદે!

– પીયૂષ પંડ્યા ‘જ્યોતિ’

Total Views: 160

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.