તારલા બધા સાવ ભૂંસાયા,
વાદળે ઘેરાં વાદળ છાયાં,
બિભીષણ અંધકારની કાયા,
ઝંઝાવાતે-
મોકળે ગળે ગાય હો ગાણાં
છોડી મૂક્યાં પાગલખાનાં-
ઊખડી પડે મૂળથી મોટાં રૂખડાં તોતિંગ
ભીમ આઘાતે-
સપાટે બધું થાય સપાટે,
દરિયે દીધી હાકલ ભેળી,
ડુંગર-ડુંગર જેવડાં મોજાં અડતાં ઊંચે
આભની મેડી.
વીજળીના ઝબકાર બતાવે
મૃત્યુ ભીષણ,
હજાર મોઢે ઓકતું કાળાં દુઃખ દાવાનલ;
આનંદ-કેફે નાચે પાગલ!
આવ હે માતા! આવ કરાળી!
મૃત્યુ તારા શ્વાસે ફૂંકાય;
પદાઘાતે સૃષ્ટિ લોપાય
આવ હે કાલી! પ્રલય કાળી!
દુઃખને વરે,
મોતને ભેટે,
નાચે સર્વનાશની સાથે
તેને મળતી માતા જાતે.
– સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




