દરશન દે, મા, દરશન દે, મા, દરશન દે,
તારા મિલનની ઝંખના છે આ મનમાં,
તારા નામની રટણા છે રોમે રોમમાં…મા.
પ્રેમ પુષ્પે હું તારાં પૂજન કરું,
ભક્તિભાવથી તારાં ગુણગાન કરું…મા.
સારા વિશ્વમાં તારી લીલા નીરખું,
જોઈ રચનાને વિસ્મિત થઈ હરખું…મા.
તારાં દરશનથી થઈએ પાવન,
તો મટી જાય આ જગની આવનજાવન…મા.
– વિજયાબહેન ગાંધી
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રકાશન ‘ગીતરૂપક’માંથી, પૃ. ૨૫)
Your Content Goes Here




