ક્યાં હશે છુપાઈ ક્યાં કૃપાની કુંજ તારી

ક્યાં હશે દટાઈ ક્યાં સુધાની સેર તારી

શુષ્ક હ્રદય પાત્ર લઈ ઘેર-ઘેર યાચું જઈ

ડુંગરો શા દાન મળ્યા રત્નકણી ન તારી

આર્ત કરે આરતી લઈ ગાંઉ સ્તવન મંદિરે જઈ

નાદ ભર્યું વિશ્વ બન્યું વાણી જરી ન તારી

સીંચી નૌર બાગ રચ્યો પુષ્પોનો ત્યાં ફાગ મચ્યો

મહેફિલે મળ્યા સહુ જનો ત્યાં ન પગલી તારી

Total Views: 123

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.