આદરણીય ઈશ્વર,

આજે મારે તમને ઘણું બધું કહેવું છે, ચિંતા નહીં કરશો, હું કંઈ માંગીશ નહીં, તમને એવી જ ટેવ પડી ગઈ હશેને!, કોઈ તમને યાદ કરે તો એવુ થાય, હમણાં જ કશુંક માંગશે. મારે આજે તમારો આભાર માનવો છે, કેટલું સરસ જીવન આપ્યું, કેવી અદભુત દુનિયા આપી!
તમે બનાવેલી ઋતુઓ, એ દરેક ઋતુનો અલગ અંદાજ, દરેકની ખાસિયત અને ઘણું બધું!

ઘણી વખત આશ્ચર્ય થાય કે આ અદભુત સૃષ્ટિનો સંચાલક કોણ છે! દરેક બાબતો કેટલી વ્યવસ્થિત અને સુસંચાલિત છે. અને તમે બનાવેલી આ પ્રકૃતિ પણ ખૂબ સંવેદનશીલ છે.

તમારા સર્જનનું એક અજોડ અંગ એટલે ‘માનવ’. માનવશરીર ભલે પંચમહાભૂતનું બનેલું છે, પણ એનું પાલન તમારા થકી જ થાય છે. એક માણસ તરીકે પણ કેટલું સંચાલન કરવું પડે છે, તમે તો ઈશ્વર છો!
તમારી શક્તિ ખૂબ સંવેદનશીલ છે. જેને હું મહેસુસ કરી શકું છું. મનુષ્યમાત્ર તમને યાદ કરીને ધન્યતા અનુભવે છે. તમે આ સૃષ્ટિના સંચાલક છો.

હું તમને અનેક જગ્યાએ શોધતી. તમારી પ્રતિકૃતિ મંદિરમાં જોઈ શકતી પણ અનુભૂતિ નથી થતી. જ્યારે મે સત્ય અને નીતિની પૂજા કરતા માણસને જોયા ત્યારે મને તમારી અનુભૂતિ થઇ. તમારુ અસ્તિત્ત્વ ખરેખર સત્યનો સાથ આપનાર માણસમાં છે. જે વ્યક્તિ કોઈ જીવને મદદ કરે છે એ વ્યક્તિ માટે તમે હાજરાહજુર છો. સત્ય માટે તમે તત્પર છો. તમે અવતાર ધારણ કરીને મનુષ્યને અનેક પાઠો પણ શીખવ્યા છે, એમાં જો કૃષ્ણવતારની વાત કરું તો,
કૃષ્ણ…
અદભુત આયોજનનું ઉદાહરણ….
એમના જીવનને અત્યંત બારીકતાથી પારખીએ તો સમજી શકાશે, એને જીવનમાં આયોજન ખૂબ કર્યું હતું. પછી એ લાગણીનું આયોજન હોય કે સ્વભાવનું આયોજન,
એમના જીવનમાં ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડવાની ક્ષમતા પણ હતી અને વાંસળીના સુર આંગળીના ટેરવે છેડવાની ઋજુતા પણ હતી…
એક પાવરધા બાણધારીને જીવનનો માર્ગ ચીંધડવાની વ્યવહારુતા પણ હતી અને કંસનો વધ કરવાની તાકાત પણ હતી….

આ જ નાની નાની બાબતો કૃષ્ણતત્વ છે.. જેની હું અનુભૂતિ કરી શકું છું..

જો રામાવતારની વાત કરું તો, મર્યાદાપુરુષોત્તમનું અદ્દભુત ઉદાહરણ. કર્મશીલતા અને કર્તવ્યપરાયણતાની પ્રતિકૃતિ. વચન પાલનમાટેની દ્રઢતા અને દરેક જીવ પ્રત્યે સ્વભાવની ઋજુતા.

આજે હું તમને આ હેતુસર પત્ર લખું ‌છુ કે તમે અવતાર‌ ધારણ કરીને જે મુલ્યો સ્થાપિત કર્યા, એ મુલ્યો આજે વિલોપ થઇ રહ્યા છે, અને માનવ રોજબરોજના કર્તવ્ય ને લીધે આ મુલ્યો ભુલી રહ્યો છે, તો આ પરિસ્થિતિમાં પણ અમારી શ્રધ્ધા અકબંધ રાખી શકુ એવી અરજ સાથે….

એજ‌ લિ.
આપની ‌શ્રધ્ધાળુ
કૃપા બંસલ લાઠિગરા

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 315

5 Comments

  1. Hardik Charadva October 11, 2022 at 9:16 am - Reply

    Very nice ….👌👌👌

    • Kruap October 15, 2022 at 5:36 pm - Reply

      Thank you brother

  2. Hardik Charadva October 11, 2022 at 9:15 am - Reply

    Very nice writing…A letter to lord…….dear sister….

  3. Hardik Charadva October 11, 2022 at 9:13 am - Reply

    Very nice writing…A letter to lord…….dear sister….👌👌😊

  4. Hardik Charadva October 11, 2022 at 9:12 am - Reply

    Very nice writing….dear sister….👌👌😊

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.