(રાજપૂતાનાના ખેતડીના મહારાજા પ્રતિ)

ઢંકાય છો સૂર્ય ઘટાથી મેઘલી,

ને, આભ હો સાવ વિષાદથી ભર્યું.

તો’યે ટકી રહે ઘડી, વીર હૈયા,

જય છે જ નિશ્ચિત. – ૧

 

ન શીત જેનાં પગલે વસંત ના;

ન ખીણ કો શૃંગ થકી વિહીન;

છાયા-પ્રભા પાછળ એકમેકની;

ધૃતિ તો ધરી રહે. – ૨

 

આ જિન્દગીની ફરજો છે કારમી,

અને સુખો છે ક્ષણજીવી એનાં,

ને, લક્ષ્ય દેખાય જ સાવ ધૂંધળું,

તોયે, ધપ્યે જા તિમિરોની સોંસરો

એકાગ્ર તાકતે. – ૩

 

કલ્યાણકૃત કૈં તણી ન્હોય દુર્ગતિ,

આશા ભલે ને બનતી નિરાશા.

તારી પ્રજા સર્વ સમૃદ્ધિ પામશે;

ટકી રહે તો ઘડી, વીર આત્મ; ના

શુભ થાય મિથ્યા. – ૪

 

થોડા જ છે માનવ સુજ્ઞ-પ્રજ્ઞ;

લગામ તો’યે કરમાંહીં એમના:

મોડે પ્રીછે લોકસમૂહ એમને;

કરુણાથી દોર તું. – ૫

 

છે ભેર માંહી તુજ આર્ષદ્રષ્ટા,

સંગાથ તારી બલના છે સ્વામી,

આશિષ સૌની તુજ પે મહાત્મ હે;

બનશે બધું શુભમ્ – ૬

  • સ્વામી વિવેકાનંદ
Total Views: 648

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.