મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને!
હું તો ઘરે ઘરે જઈને વખાણું
કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને!

આખો દી વાંસળીને હાથમાં રમાડો ક્‌હાન!
એમાં શા હોય ઝાઝા વેતા?
કાંટાળી કેડી પર ગાગર લઈને અમે
આવતાં, જતાં ને સ્મિત દેતાં.

હું તો વેતી જમુનાને અહીં આણું;
મારી ગાગર ઉતારો તો જાણું,
કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને!

ડચકારા દઈ દઈને ગાયો ચરાવવી,
ને છાંય મહીં ખાઈ લેવો પોરો.
ચપટીમાં આવું તો કામ કરી નાખે,
અહીં નાનકડો ગોકુળનો છોરો.

ફરી ફરી નહીં આવે ટાણું.
મારી ગાગર ઉતારો તો જાણું,
કે રાજ, તમે ઊચક્યો’તો પ્હાડને!

– સુરેશ દલાલ

Total Views: 279

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.