પીંછી બની મેં સહુ રંગ ઝીલ્યા,
દોરી લકીરો ગમતાં મરોડે.
સાક્ષી છતાં કેવળ : ના ચિતારો
તેં સૂચવ્યાં ચીતર તે કર્યાં મેં!
વેણી હસે છે કવિતાશિરે જે,
તેમાંય ફૂલો મહેકે તમારાં!
દોરી થયાં છે કિરણો સુનેરી,
મેં ક્યાં – તમે આ કવિતા લખી છે!
પાષાણમાં જે લય – સૂર ગૂંજે,
લીધો – નદી ને ઝરણાં કનેથી
શિલ્પી તમે, ટાંકણુંયે તમે છો,
આકાર આખા જગને તમે દ્યો!
ખોટો કરે ગર્વ દરેક ચીજે –
કર્તા તમે – માણસ માત્ર બ્હાનું!
-હરેશ ‘તથાગત’
Your Content Goes Here




