નહિ માત્ર ગુરુ: ગુરુદેવ, કલ્પતરુ:
ક્યાં છે ગુરુ? ક્યાં છે તરુ?
સ્થળે, જળે, ઊર્ધ્વ આ ગગન તળે?
સ્મરું, સતત ચિત્તે હું ધરું,
કદી પ્રતિમામાં બંધ કરું,
ચિત્રિત આકૃતિ કરું:
લોચનો ના બંધ કરું
છતાં કહીં જડે નહીં,
મળે નહીં ગુરુ!
*
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર:
અંતરે આ કોણ બેઠું?
હૃદયની આસપાસ, પ્રતિક્ષણે ચાસ ચાસ.
ગુરુનું અસ્તિત્વ જીવ! દેખી લે રે! તારી પાસઃ
ભીતરમાં, ભીતરમાં
અને વળી ઈતરમાં
જડને ચેતનમહીં
ગુરુ વસે, ગુરુ હસે.
મૃદુ સ્મિતે,
બંધ નેત્રે,
ગુપ્ત ઇંગિતે છે એ ક્ષેત્રે ક્ષેત્રે.
*
જોઈ જા તું ભીતરમાં અને વળી ઈતરમાં,
તારા જ મહીં વસે ગુરુઃ
તું જ તારો થાને ગુરુઃ
જો કે કદી તારી ભીતરમાં,
સદોદિત ચાલી રહ્યું
અનોખું કો કુરુક્ષેત્રઃ
સત્ય, ત્રેતા, દ્વાપર ને કલિ નેત્ર,
કર બંધ, કર બંધઃ
તું છે ગુરુ, તું છે ગુરુ,
હરિ ઓમ્ ગુરુદેવ!
અરે! તને તું જ સેવઃ
તું છે ગુરુઃ બ્રહ્મકૃપા કેરું ધરુ.
Your Content Goes Here




