હવે કોઈ હયાં
ગાંધી વંદનાનાં ગીતો
ના ગાશો!
ગાંધીજીના એ ત્રણે વાંદરા
બૂરું બોલીને
બૂરું જોઈને, ને
બૂરું સાંભળીને
બુઢ્ઢા બની ગયા છે!
ને એ ત્રણે બુઢ્ઢાઓ
જંગલમાં જતા રહ્યા છે,
હા, કદાચ જંગલી
બની બેઠા છે!
હવે ના ગાશો!
– જયંતિ ધોકાઈ
Your Content Goes Here




