પ્રભુ! મારી ઝોળી ઝૂલે રે ભિખારી
અલખ મંદિરનો પંથી બનીને ભેખની કંથ ધારી;
જુગજુગથી મારી ઝોળી ખાલી, કેમ હશે જ વિસારી?…પ્રભુ.
આભઝરૂખેથી તારલિયાની રજકણ વેરે રૂપેરી;
મારે ખોબે ના’વી એક કણીયે, અંધારી રહી મુજ શેરી!… પ્રભુ.
હૈયાની હાથ ધરીને કટોરી, ધરધર અલખ પુકારી;
દેવે ન દીધું તે જગને બારણિયે મારે જડ્યું સુખકારી…પ્રભુ
ઉર કટોરીનું મૂકી ઉશીકું, ઝોળીની કીધ પથારી,
હાથ પસારી સૂતો હું, ત્યારે વરસ્યો તું પ્રેમફુવારી.
હવે શેમાં ઝીલું અરે હું ભિખારી?
હું પ્રભુ! શેમાં ઝીલું અરે! હું ભિખારી!
– ઉમાશંકર જોશી
Your Content Goes Here




