અજબ ઝરૂખો ખોલ, ઈલમિયા, અજબ ઝરૂખો ખોલ,
મરજીમાં આવે તો લઈ લે જીવ-સટોસટ મોલ.
ખોલ ઝરૂખો, લખવાં મારાં ચખને ઝળહળ ધામ,
તેજ-ફૂવારા હરદમ ઊડે, બૂડે મન ખટયામ.
પલપલે વ્યોમે જાય પ્રસરતા પ્રાણ બની હિન્ડોલ,
ઈલમિયા, અજબ ઝરૂખો ખોલ.
ખોલ ઝરૂખો, સુણવો મારે કર્ણે અનહદ નાદ –
દશે દિશાથી અણુઅણુમાં જે ઉમટાવે ઉન્માદ.
ગગન-ગુંબજે ગુંજે ગહરા સોડહમ્ સોડહમ્ બોલ,
ઈલમિયા, અજબ ઝરૂખો ખોલ.
-શિલ્પિન્ થાનકી
Your Content Goes Here




