નામસ્મરણની વહેતી ગંગા અખંડ તારે ધામ,
પતિતપાવની પુણ્યસલિલા અજસ્ર ને અવિરામ,
કરું નિમજ્જન શીતલ જલમાં
દ્વિજ થઇ હું જન્મ્યું;
મોહ મમતના મલિન આવરણ
પળ બે પળ પરહરું :
સ્વર્ગલોકથી ઊતરી પાવન કરુણાજલ એ ધાર,
વહો નિરંતર શ્વાસે શ્વાસે, અજસ્ર ને અવિરામ
મલય અનિલ સંગાથ ચલીએ
અગમ્ય પારાવારે;
અવનિના ઓવારા છોડી
હિરણ્યમય આગારે;
ઝળહળ જલમંદિરિયે મૂરત, પ્રેમલ પૂરણકામ
સચરાચરમાં અચળ બિરાજે, ચિન્મય આનંદધામ,
– મનોહર દેસાઇ
Your Content Goes Here




