કાચાં કોઠાં, પાકાં પલાખાં જી,
ઝૂરે લીલેપાન તરુશાખાજી.
ભરવસંતે તો કેમ ખરીએ રે?
માઠાં રે કાગળ, મીઠી દોત જી,
દોરે કૂંડળી જીવતરની, મોત જી
એકામિનાર ત્યાં શેં ચણીએ રે?
અજાણ આ પાર, પેલી પાર જી,
સઢ કે વમળમાં નહિ કૈં સારજી.
ભવદરિયો કઈ રીતે તરીએ રે?
મૂઠી મોહ, અધમૂઠી વાસનાજી,
આંખ પથ્થર, સોણાં કાચનાંજી.
એક ઠેકાણે કેમ સંઘરીએ રે?
Your Content Goes Here




