‘હોલિસ્ટિક’ શબ્દ અંગ્રેજી શબ્દ ‘હોલ’ -whole ઉ૫૨થી આવ્યો છે. ૨૦મી સદીના વિજ્ઞાનને ‘હોલિસ્ટિક વિજ્ઞાન’ કહેવામાં આવે છે કા૨ણ કે આજનું વિજ્ઞાન એવા વિશ્વના ચિત્રને વધુને વધુ સ્પષ્ટ કરતું જાય છે, જેમાં મૂળભૂત સ્તરે દરેક અસ્તિત્વ સમગ્ર વિશ્વ-સમગ્ર બ્રહ્માંડની સાથે જુદું ન પાડી શકાય તે રીતે જોડાયેલ છે. આ શબ્દના અર્થને વધારે સ્પષ્ટતાથી સમજવા માટે આપણે આધુનિક વિજ્ઞાનના ઇતિહાસને સંક્ષેપમાં જોવો જોઈએ.
અર્વાચીન વિજ્ઞાનની ઉંમર લગભગ ૨૫૦થી ૩૦૦ વર્ષની ગણી શકાય. જો કે વૈદિક સમયમાં ભારત વિજ્ઞાન ક્ષેત્રે ઘણું આગળ હતું ખરું. આમ, ૧૭મી સદીથી આજ સુધીના સમયગાળામાં જ વિજ્ઞાનની મોટા ભાગની શોધખોળો થઈ છે. અર્વાચીન વિજ્ઞાનની જુદીજુદી અભ્યાસશાખાઓમાંથી ભૌતિક વિજ્ઞાન (Physics)નો ઇતિહાસ જોવો વધુ રસપ્રદ થશે. કા૨ણ કે ભૌતિક પદાર્થો અને તેમના અસ્તિત્વને સમજવાના પ્રયાસો કરતાં-કરતાં તે મનુષ્યની ચેતનાને ખાસ્સા ઊંડાણમાં સમજવા માટે આગળ ધપી રહ્યું છે! ૧૭મી સદીની શરૂઆતમાં ગેલિલિયોએ શરૂ કરેલ વૈજ્ઞાનિક ક્રાંતિને ન્યૂટને પોતાના નિયમો આપીને પૂર્ણ કરી. ન્યૂટનનું વિજ્ઞાન વિશ્વનું જે ચિત્ર રજૂ કરે છે તેમાં વિશ્વ અલગ-અલગ ભાગોનું બનેલું છે, દરેક ભાગ પોતપોતાની રીતે ચોકસાઈથી કામ કરે છે અને તેમની વચ્ચે કોઈ સંબંધ સામંજસ્ય કે સંવાદિતા નથી. આવા વિશ્વમાં ઈશ્વર અને મનુષ્ય, સ્ત્રી અને પુરુષ, મન અને પદાર્થ, પવિત્ર અને અપવિત્ર, પાપી અને સંત, દૈવી અને દુન્યવી આ બધાં વચ્ચે સ્પષ્ટ ભેદ વિભાજન છે, કોઈ સમાનતા નથી. આમ, ન્યૂટનના આ વિજ્ઞાનની બુનિયાદ ૫૨ આધારિત એક એવી સંસ્કૃતિનો ઉદય થયો, જેમાં વિખંડિતતા અને વિભાજન કેન્દ્ર સ્થાને હતા.
પરંતુ, ઈ.સ.૧૯૨૦ની શરૂઆતથી જ આ સંસ્કૃતિનો અસ્ત વિજ્ઞાનની ક્ષિતિજો ઉ૫૨થી દૃશ્યમાન થવા લાગ્યો, તથા ૨૦મી સદીના અંત સાથે તેનો વિલય નિશ્ચિત લાગે છે. વિખંડન, વિભાજન અને વિસંવાદિતાને બદલે અર્વાચીન વિજ્ઞાન અખંડિતતા, એકસૂત્રતા, સમગ્રતા, સંવાદિતા અને એકત્વના નવા મૂલ્યોને પ્રાયોગિક સમર્થન આપે છે. વિજ્ઞાનનું આ એક પ્રકા૨ના મૂલ્યોમાંથી બીજા પ્રકા૨ના મૂલ્યોમાં થઈ રહેલું સંક્રમણ એક નવા યુગને જન્મ આપી રહ્યું છે, જેને કેન વિલ્બર હોલિસ્ટિક યુગ (Holistic paradigm) કહે છે, અને આ વિજ્ઞાન હોલિસ્ટિક વિજ્ઞાન (Holistic Science) છે. ખરેખર આ હોલિસ્ટિક પેરેડીમ એ બીજું કંઈ નથી પણ વિજ્ઞાનનો ભા૨તના ત્રણ સાડાત્રણ હજા૨ વર્ષના પ્રાચીન દર્શન અદ્વૈત વેદાંતમાં થયેલો પ્રવેશ છે, જે દરેક અસ્તિત્વ વચ્ચેની અખંડ એકતાને પ્રતિપાદિત કરે છે. વિજ્ઞાનની વેદાંત ત૨ફની આ વણથંભી કૂચને કેન્દ્રમાં રાખીને જ દુનિયાના મહાન વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન – લેખકો દ્વારા છેલ્લા એક દશકામાં જ લગભગ ૧૫થી ૧૭ પુસ્તકો લખાયાં છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના થીયોરેટીકલ ફીઝીસીસ્ટ ફ્રીટજોફ કાપરાએ તો પોતાના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક તાઓ ઓફ ફીઝીકસ’ (Tao of Physics)ની પૂર્ણાહુતિ આ શબ્દોથી કરી છે ‘આત્મા એ બ્રહ્મ છે; બ્રહ્મ એ આત્મા છે.’૧
વિજ્ઞાનની અદ્વૈત વેદાંત તરફની આ યાત્રા આશ્ચર્યભરી અકલ્પનીય જ લાગે, પરંતુ સ્વામી વિવેકાનંદ તો આ હકીકતને લગભગ ૯૦-૯૫ વર્ષો પહેલાં જાણતા હતા. તેમણે કહેલું, “ભૌતિકશાસ્ત્ર બંને ત૨ફથી અધ્યાત્મવિધા (metaphysics) થી ઘેરાયેલું છે.”૨ પોતાના પ્રવચનોમાં વારંવાર આ બંને વચ્ચેના સંગમનો નિર્દેશ કરતાં તેમણે કહ્યું હતું કે, “જેમ સમય વીતે છે તેમ વૈજ્ઞાનિકો પદાર્થ (matter) માટે સંકીર્ણ અર્થ બદલીને તેને વ્યાપક અર્થ આપતા થયા છે. વિશ્વ પદાર્થનો એક મહાસાગ૨ છે, ખરેખર તે અફ૨, અતૂટ એક આત્મા જ છે. ‘ૐ શિકાગો ધર્મસભામાં તેમણે વિજ્ઞાનની પરિભાષા ‘એકત્વ શોધવા મથતા વિજ્ઞાન’ તરીકે કરી. આજે ભૌતિકશાસ્ત્ર બધાં કુદ૨તી બળોના એકત્રીક૨ણનો (Unification of Natural forces) પ્રયાસ કરી જ રહ્યું છે. વૈજ્ઞાનિક ટીમોથી ફેરિસ લખે છે: ‘આમ ક૨વા મથતા વિજ્ઞાનીઓને એ સત્ય લાધી રહ્યું છે કે એક-એક ૫૨માણુમાં બ્રહ્માંડની નિયતિ લખાયેલી છે.’૪ ‘સ્વામીજીએ આ સત્ય વર્ષો પહેલાં ઘોષિત ક૨તાં કહેલું, ‘જો કે ૫૨માણુ અદેશ્ય અને ખૂબ નાનો છે, એક-એક ૫૨માણુમાં વિશ્વની શક્તિ સમાયેલી છે.’પ
હવે આપણે આધુનિક વિજ્ઞાન અને વેદાંત કઈ રીતે એક કેન્દ્ર પાસે મળી રહ્યા છે તે વિષે થોડા ઊંડાણમાં ઊતરીને જોઈએ.
ઈ. સ. ૧૯૦૫માં ૨જૂ થયેલો આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ એકત્વને પ્રતિપાદિત કરવા આગેકદમ કરી રહેલા ભૌતિક-વિજ્ઞાનનું પ્રથમ ચરણ છે. તેમણે દર્શાવ્યું કે પદાર્થનું ઘનત્વ અને શક્તિ તેમજ સ્થળ અને સમય આ ચારેય વસ્તુએ એકબીજા સાથે સંકળાયેલી છે. વિશ્વના કોઇપણ સ્થળે રહેલ અને સમયથી સીમિત કોઇપણ પદાર્થનું ઘનત્વ અને તેની શક્તિ સમાન છે, તેને આઈન્સ્ટાઈને પોતાના પ્રસિદ્ધ સૂત્ર E = m થી બતાવ્યું જ્યાં E = energy શક્તિ અને m = mass ઘનત્વ. આમ, આ સિદ્ધાંત મુજબ બાહ્ય રીતે જુદાજુદા નામ-રૂપ ધરાવતા પદાર્થોનું આખરે શક્તિમાં જ થતું રૂપાંતર બધા વચ્ચે અંતરનિહિત એકતાને સૂચવે છે. સ્વામી વિવેકાનંદે ઇ.સ.૧૮૯૬ માં લંડનમાં આપેલા વ્યાખ્યાનમાં કહ્યું હતું: ‘સંપૂર્ણ સ્વાયત્ત અસ્તિત્વ ધરાવતો સિદ્ધાંત સ્થળ, કાળ અને કારણ દ્વારા સાપેક્ષ બન્યો છે. ખરેખર તો આ દૃશ્યમાન જગતમાં રહેલું સ્થળ કાળથી બદ્ધ અસ્તિત્વ બે ન હોઈ શકે. આથી જ બધાની પાછળ એક મૂળભૂત તત્ત્વ- Reality છે.’
ત્યા૨પછી ઈ.સ.૧૯૨૭માં હાઈઝનબર્ગે ‘અનિશ્ચિતતાનો સિધ્ધાંત’ (Uncertainty Principle) આપ્યો, જેણે તો ભૌતિકશાસ્ત્રીઓના વિચારની દિશા જ બદલી નાખી તથા નવા ભૌતિકશાસ્ત્રનો જન્મ થયો, જે ક્વોન્ટમ ફીઝીક્સ કહેવાય છે. આ સિદ્ધાંત કહે છે કે ૫૨માણુ ઘટકો (Subatomic particles)ની ગતિ અને સ્થાન આ બંને વચ્ચે એટલી અનિશ્ચિતતા છે કે બંનેને ક્યારેય એકસાથે આપી શકાય નહીં. આ સિદ્ધાંતે ન્યૂટોનીયન ફીઝીક્સના બે પુરાતન સ્તંભોને એકી સાથે ધ૨મૂળથી ઊખેડી નાખ્યા છે. એક-કે ૫૨માણુ ઘટકોની દુનિયામાં ક્યારેય સુનિશ્ચિતતા નથી; તેઓ કાર્ય-કા૨ણના સંબંધને અનુસરતા નથી; બીજું, કે આ અનિશ્ચિતતાને લીધે કોઈપણ પદાર્થનું સાચું વર્ણન ક૨વું સંભવી શકે નહીં. આ જ વાત વિજ્ઞાનીઓના પ્રયોગોના પરિણામોને પણ લાગુ પડે છે કે, વિજ્ઞાનીની ચેતના (consciousness) પરિણામને અસર કર્યા વગર રહી શકે નહીં. ભૌતિકશાસ્ત્રી જેમ્સ જીન્સ કહે છે તેમ તે (વિજ્ઞાની) અસ્તિત્વના મહાન નાટકનો દૃષ્ટા પણ છે અને તેમાં ભાગ લેના૨ અભિનેતા પણ છે. આથી જ માઈકલ ટેલવોટ કહે છે કે ‘અસ્તિત્વ આત્મ – વસ્તુલક્ષી (omnijective) છે.’૬ આથી જ નૉબેલ પારિતોષિક વિજેતા ભૌતિક વિજ્ઞાની વિગ્નરે ભારપૂર્વક કહ્યું કે, ‘ક્વોન્ટમ મીકેનીકલ ક્રિયાઓનું વર્ણન કે અર્થઘટન વ્યક્તિની ચેતનાના સ્પષ્ટ સંદર્ભ વગ૨ થઈ જ ન શકે.’૭
આમ, ક્વોન્ટમ ફીઝીકસે તો આધુનિક ભૌતિકશાસ્ત્રને વેદાંતના દ્વારે જ લગભગ મૂકી દીધું છે. સ્વામી વિવેકાનંદે કહેલું, “વેદાંત કહે છે કે જે આપણા બહા૨ના વિશ્વની સમજમાં બે તત્ત્વો ભાગ ભજવે છે, એક બહા૨નું અને એક અંદ૨નું અને આ બંનેનું મિશ્રણ ક્ષમન એ આપણું બાહ્ય વિશ્વ છે.”૮
ક્વોન્ટમ મિકેનિક્સ (Quantum Mechanics) બે અગત્યના તા૨ણો આપે છે: (૧) ૧૯મી સદી સુધી વિજ્ઞાને જે પદાર્થ અને મન, પદાર્થ અને ચૈતન્ય વચ્ચે વિભાજન કર્યું તે અપર્યાપ્ત છે. આ બંને ૫૨સ્પર સંબંધિત છે અને (૨) પદાર્થ (mattress) ની વ્યુત્પત્તિ ચેતનામાંથી થાય છે. પ્રખ્યાત વિજ્ઞાની મેકસ પ્લેન્ક કહે છે, ‘ચેતના એ મૂળભૂત વસ્તુ છે. પદાર્થ જડ કે ચૈતન્યના અસ્તિત્વ પાછળ તેજ કારણભૂત છે.’૯ શ્રોડિંજ૨ કહે છે, “ચેતના બહુવચનમાં સંભવી શકે નહીં. આથી સર્વ જગતમાં એક જ અંતર્ભૂત ચેતના વ્યાપ્ત છે.”૧૦ સ્વામી વિવેકાનંદ કહેતા, ‘મન અને પદાર્થ એક જ છે. તફાવત ફક્ત કંપનો (Vibration)નો છે. જ્યારે કંપનનો દર ઓછો હોય ત્યારે મન પદાર્થ છે, જ્યારે વધુ હોય ત્યારે તે મન છે. દરેક સર્જનની પાછળ ચેતના એક જ છે.૧૧
મેકસર્બો ૧૯૨૬માં આંકડાશાસ્ત્રની મદદથી પુ૨વા૨ કર્યું કે ઇલેકટ્રોન, પદાર્થના મોજાંઓ હોય તે રીતે વર્તે છે. ઓ આ મોજાંઓને શોધવાથી પદાર્થના કણોને ચોક્કસ જગ્યાએ શોધી શકવાની શક્યતા વધી જાય છે. (Max Born’s Probability waves) તેમની આ શોધ ઉ૫૨થી નૉબેલ પારિતોષિક વિજેતા અમેરિકન ભૌતિકશાસ્ત્રી રીચાર્ડ ફીનમૅને સાબિત કર્યું કે મોજાંઓ તરીકે વર્તતા કણો એકબીજાના સંપર્કમાં છે અને પોતે કઈ રીતે વર્તવું તેની સૂચના બીજા પાસેથી મેળવે છે! એટલે કે પદાર્થ પણ ચૈતન્યમય છે! આ જ હકીકત પ્રકાશમાં આ જ હકીકત પ્રકાશના મોજાનાં કણો ફોટોન (Photon) માટે પણ સાચી પુ૨વા૨ થઈ! આ શોધથી એ સિદ્ધ થયું કે પદાર્થ કે જે ૫૨માણુ? (subatomic particles)નો બનેલો છે તે ૫૨માણુ વાહકો તો ખરેખર જુદાજુદા ક્ષેત્રોની શક્તિના પડીકાં-પેકેટસ્ (quarta) છે. આમ દરેક પરમાણુ ઘટકોને પોતપોતાના શક્તિના ક્ષેત્રો છે. જેમ કે ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન – પોઝીટ્રોન ક્ષેત્રનો ક્વોન્ટમ છે, પ્રોટોન એ પ્રોટોન-એન્ટીપ્રોટોનનો ક્વોન્ટમ છે, વગેરે… જુદાજુદા પદાર્થનાં ક્ષેત્રો એકબીજા ઉ૫૨ ૫૨સ્પર અસ૨ કરી શકે અને ઇલેક્ટ્રોનીક ક્ષેત્રો સાથે પણ અસર કરી શકે. આ જ વિચાર સ્વામીજીએ લંડનમાં ૧૮૯૫માં મૂકેલો, “ખરેખ૨ આપણે જેને પદાર્થ કહીએ છીએ તેનું ખરેખર અસ્તિત્વ જ નથી. એ ફક્ત ક્ષેત્રોની ચોક્કસ સ્થિતિ. (ધી કમ્પ્લીટ વર્કસ, વોલ્યુમ ૨, પૃ. ૭૬)
ત્યાર બાદ ઈરવીન શ્રોર્ડિંજરે પોતાના પ્રસિધ્ધ તરંગ-સૂત્ર (wave quation)થી સૂચવ્યું કે દૃશ્ય જગતનું અસ્તિત્વ અસંખ્ય શક્યતાઓ ધરાવી શકે છે. આ હક તા૨ણને એ પછી ઘણા પ્રયોગો દ્વારા સત્ય ઠેરવવામાં આવ્યું છે. ઘણા વિજ્ઞાનીઓના મત પ્રમાણે શ્રોર્ડિંજરનું આ સૂત્ર ‘બહુ-આયામી અસ્તિત્વ’ (multidimensional reality)ને ૨જૂ કરે છે.૧૨ સ્વામી વિવેકાનંદ વેદાંતના આ વિચારનો સારાંશ આ રીતે ૨જૂ કરે છે, ‘બાહ્ય જગત એ કલ્પનાની દુનિયા છે જે કંઈ આપણે જોઈએ છીએ, તે આપણા મને બહાર ફેંકેલું છે. દુષ્ટ માણસ આ દનિયાને નરક તરીકે જુએ છે, ભલો માણસ તેને સ્વર્ગ તરીકે જુએ છે અને પૂર્ણ મનુષ્ય બધું કંઈ નહીં પણ બધે ઈશ્વરને જ જુએ છે.’ દૃગ દૃશ્ય વિવેક લખે છે, દૃશ્ય યિ બ્રતયઃ સા સાક્ષી યંત્રે ઈવ ના તુ દૃશ્યહલે આપણી સામેના બધા દૃશ્યો આપણી બુધ્ધિમાંથી બહાર આવેલા છે. ખરેખર દૃષ્ટા તો આપણી અંદર રહેલ આત્મા (શુદ્ધ ચેતના) છે. આ આત્માને જોઈ શકાય નહીં કા૨ણ કે તે પોતે જ દૃષ્ટા છે. (દૃગ-દૃશ્ય-વિવેક શ્લોક-૧) સ્વામીજી આ સત્યને વધુ સ્પષ્ટ કરતાં કહે છે, ‘વિષયની ચેતના (subjective consciousness) વસ્તુલક્ષી દુનિયા (objective world) ઉપર પ્રભાવ ક૨ છે. વિષયીને બદલી નાખો, વસ્તુ કે પદાર્થ કે વ્યક્તિ બદલવા માટે બંધાયેલા છે જ, પોતાની જાતને પવિત્ર બનાવો, તો તેની સાથે સાથે સમગ્ર જગત પવિત્ર બનવા બંધાયેલું છે જ.૧૩
વેદાંતના તથ્યો ભણી કૂચ કરી રહેલ ભૌતિક વિજ્ઞાને એક વધુ પ્રાયોગિક આધાર ૧૯૬૪માં બેલના પ્રમેયથી આપ્યો. આ પ્રમેયનો ખૂબ મહત્ત્વનો સૂચિતાર્થ એ નીકળતો હતો કે, મૂળભૂત રીતે, ગહન સ્તરે સમગ્ર વિશ્વના બધા ભાગો ખૂબ ઘનિષ્ઠતાથી એકલીન સાથે સંકળાયેલા છે. ૧૯૭૨માં ડેવિડ બોહમે આ વિચારનું પ્રાયોગિક નિદર્શન કર્યું અને જોયું કે જે આંકડાશાસ્ત્રીય (Statistical) અનુમાનો ઉપર બેલનો પ્રમેય રચાયેલો હતો તે સાચો હતો! આ જ પ્રયોગને ૧૯૭૨માં ક્લોઝર અને ફ્રીડમૅને યુ.એસ.એ.માં ફોટોન (પ્રકાશના તરંગોના કણો) યુગ્મો ઉપ૨ કર્યો અને એવાં જ પરિણામો મળ્યાં. તેમણે દર્શાવ્યું કે એક ફોટોન યુગ્મ (photon-pair)માંનો ફોટોન બીજા યુગ્મમાંના ફોટોન સાથે દૂરથી પણ સતત સાંનિઘ્યમાં રહે છે અને બંને વચ્ચેનો સંપર્ક ફક્ત એક જ ક્ષણમાં થાય છે. સૌથી આશ્ચર્યજનક બીના તો એ છે કે એક ફોટોન બીજા ફોટોનને જે સંજ્ઞા આપે છે તેની ઝડપ પ્રકાશ કરતાં પણ વધુ છે! (superluminal communication) અને તેના સહકાર્યકરોએ પ્રયોગના પરિણામોને એકદમ નિઃશંક બનાવવા માટે જરૂરી ચોક્કસાઇ ઉમેરી અને એ જ તા૨ણ ઉપ૨ આવ્યા કે જુદીજુદી દિશામાં વિખરાયેલ બે ફોટોન વચ્ચેના ૫૨સ્પર સંબંધનું પ્રમાણ ધાર્યાં કરતાં પણ વધારે હતું. આ માટે ડેવિડ બોહમ લખે છે, જો એક તંત્ર (System)ના ભાગો એકબીજા સાથે ગતિશીલ સંબંધ ધરાવી શકે તો આ જ ઘટનાને સમગ્ર વિશ્વ માટે સાચી ઠે૨વી શકાય અને તો આ વિશ્વ જુદાજુદા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર ભાગોનું બનેલું છે એ પરંપરાગત ધા૨ણા ખોટી પડે છે. વિશ્વના આ અવિભાજ્ય તંત્રને ડેવિડ બોહમ ‘ઇમ્પ્લીકેટ ઑર્ડ૨’ (Implicate order) કહે છે.૧૪ આ મહત્ત્વની શોધ વિશ્વનું હોલિસ્ટિક ‘સમગ્રપણે એક હોવા’નું ચિત્ર રજૂ કરે છે. અર્વાચીન વૈજ્ઞાનિકોની નિષ્ઠા સંશોધનોના આવાં પરિણામોમાં વધતી જાય છે. ફ્રિટજોફ કાપ્રા કહે છે, “વિશ્વમાં વ્યાપ્ત અંતર્ગત એકતા અને તેનો ગતિશીલ સ્વભાવ – આધુનિક ભૌતિકવિજ્ઞાનના આ મૂળભૂત તત્વો ભવિષ્યના સંશોધનોથી અપ્રમાણિત નહીં થાય તેની મને પાકી ખાતરી છે.”૧૫
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘દરેક સર્જનનું એકત્વ દાંતનો મહાન વિચાર છે. જે પૃથા છે, એ ફક્ત દેખાવની જ છે. એ પૃથકતાની પાછળ રહેલ એકત્વને જ જોઈ શકવાની સીમિતતા મનુષ્યની પાંચ ઇન્દ્રિયો દ્વારા આવે છે. વિશ્વમાં દરેક વસ્તુ જુદી લાગતી હોવા છતાં બધું એક જ છે અને તે જ ઈશ્વર છે, આત્મા છે, બ્રહ્મ છે, શુદ્વ ચેતના છે.’૧૬ ન્યૂયોર્ક રાજ્યના થાઉઝન્ડ આઇલેન્ડ પાર્ક (Thousand Island Park)માં સ્વામીજીએ વેદાંતમાં વિજ્ઞાનની ૫રાકાષ્ઠા ભાખીને કહ્યું હતું, ‘આધુનિક વિજ્ઞાને ખરેખર તો ધર્મના પાયાને મજબૂત બનાવ્યો છે. આખું વિશ્વ એક છે તેનું વૈજ્ઞાનિક રીતે નિર્દેશ કરી શકાય તેમ છે. અધ્યાત્મશાસ્ત્રીઓ જેને ‘હોવાપણું’ (being) કહે છે અને ભૌતિકવિજ્ઞાની જેને પદાર્થ (matter) કહે છે તે બંને એક જ છે.૧૭
વીલ ડ્યુરાંએ પોતાના અંતિમ પુસ્તક લેસન્સ ઑફ હીસ્ટરી (Lessons of History)માં લખ્યું હતું, ‘સંસ્કૃતિ પૂર્વમાંથી પશ્ચિમ ત૨ફ જાય છે.’ તેમની આ ભવિષ્યવાણી સ્વામી વિવેકાનંદે સત્ય ઠે૨વી છે. અદ્વૈત વેદાંતનું તેમણે કરેલું અર્થઘટન આજના હોલિસ્ટિક વિજ્ઞાનના નવા દર્શન અને નવા મૂલ્યો સ્વરૂપે પ્રકાશમાં આવી રહે છે. આ તો તેમની સર્વતોમુખી પ્રતિભાનો એક અંશ જ છે. જે વધારે શું બહાર આવે છે તે માટે તો આપણે ભવિષ્યની પ્રતિક્ષા કરવી રહી.*
*પ્રસ્તુત લેખ સ્વામી જિતાત્માનંદજીના પુસ્તક હોલિસ્ટિક સાયન્સ એન્ડ વેદાંત (Holistic Science and Vedanta, Pub: Bharatiya Vidya Bhavan-1991)ને આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
સંદર્ભ સૂચિ:
૧. સ્વામી જિતાત્માનંદ, મોડર્ન ફીઝીકસ એન્ડ વેદાંત (મુંબઈ ભારતીય વિદ્યા ભવન, ૧૯૮૬) પૃ. ૭૧
ર. ધી કમ્પ્લીટ વર્કસ ઓફ સ્વામી વિવેકાનંદ (કલકત્તા, અદ્વૈત આશ્રમ, ૧૯૭૭) વોલ્યુમ ૮, પૃ. ૭૧
- ધી કમ્પ્લીટ વર્કસ, વોલ્યુમ ૩, પૃ. ૨૪૧
૪. ધી. ન્યુયોર્ક ટાઇમ્સ, ૨૩જુન, ૧૯૮૩, પૃ. ૮૭
૫. ધી કમ્પલીટ વર્કસ, વોલ્યુમ ૭, પૃ. ૫૦
૬. મોડર્ન ફીઝીકસ એન્ડ વેદાંત, પૃ. ૩૩
૭. માઈકલ ટેલબોટ, બીયોન્ડ ધી ક્વોન્ટમ (બેન્ટામ ન્યુ એઇન
બુક, ૧૯૮૮) પૃ. ૩૪
૮. ધી કમ્પલીટ વર્કસ, વોલ્યુમ-૨, પૃ.નં. ૪૫૭-૫૮
૯. સી.ઈ.એમ. જોડ, ફીલોસોફીકલ આસ્પેકટસ ઓફ મોર્ડન સાયન્સ (લંડનઃ જ્યોર્જ એલન એન્ડ અનવીન, ૧૯૩૨) પૃ. ૧૨
૧૦. ઇ૨વીન શ્રોડિંજ૨, માય વ્યુ ઓફ ધી વર્લ્ડ (કેમ્બ્રીજ યુનિ. પ્રેસ, ૧૯૬૪) ‘વેદાંતિક વીઝન’ ઉ૫૨નું પ્રક૨ણ.
૧૧. ધી કમ્પલીટ વર્કસ (૧૯૭૮) વોલ્યુમ ૬, પૃ. ૩૪
૧૨. પ્રબુદ્ધ ભારત, મે ૧૯૮૭
૧૩. ધી કમ્પ્લીટ વર્કસ, વોલ્યુમ-૧, પૃ. ૪૨૬
૧૪. માઇકલ ટેલબોટ, બીયોન્ડ ધી કવોન્ટમ, પૃ. ૩૨૫
૧૫. કેન વિલ્બ૨ (સંપા.), ધી કોલોગ્રાફિક પેરેડીમ (ન્યુયોર્ક, શાંબલા, ૧૯૮૨) પૃ. ૨૨૬
૧૬. ધી કમ્પ્લીટ વર્કસ (૧૯૭૩) વોલ્યુમ-૨, પૃ. ૧૫૫
૧૭. ધી કમ્પ્લીટ વર્કસ, (૧૯૭૩) વોલ્યુમ ૩, પૃ. ૨૬૯
Your Content Goes Here




