અન્યનાં પાપ કે પુણ્યમાં

મારી છિદ્રાનેવેષી ચાળણીએ ચાળવાની મતિ

મને કદી ન સૂઝો!

મારાં પાપોને અને પુણ્યોને પારખવાની

બુદ્ધિ, શક્તિ, ભક્તિ

તું મને સદા આપતો રહેજે.

અન્ય પાસેથી અનધિકારનું, અપાત્રતામય,

કશુંય લેવાનું હું ન વિચારું એવું સદા બનો!

મારાં સર્વસ્વ અને સંપત્તિમાંથી

રોજ રોજ, કાંઇ છૂટે હાથ અન્યને

આપતો રહું એમ પણ બનો!

પામીને આપું એમ નહીં,

પણ સાવ અકિંચન અવસ્થામાં પણ

આપીને પામવાનો યોગ સદા સર્જાય

એમ સદોદિત થાઓ!

સમગ્રતામાં તારી પાસેથી

અને તારી સર્જેલી આ સૃષ્ટિમાંથી

હું જે કાંઇ પામું,

તે અંતિમ વિદાયની વેળા અને પ્રયાણની પૂર્વે

અત્રે જ પાછો સોંપતો જાઉં

એમ બનો!

લીધાનું ભાન મને સદા રહો!

દીધાનું ધ્યાન મને કદી ન રહો!

– રતુભાઇ દેસાઇ

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.