હજીયે ન જાગે મારો આતમરામ!

મારો આતમરામ!

સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,

સમજું ન ભરતી કે આ તે આવે છે તૂફાન!

હજીયે ન જાગે મારો આતમરામ!

મારો આતમરામ!

સઢ સંધા ફડફડે, દોર ધિંગા કડકડે;

હાજર છે સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન!

મારાં સૂનાં છે સુકાન!

હજીયે ન જાગે મારો આતમરામ!

વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું?

સવાયા થાશે કે જાશે મૂળગાય દામ!

મારા મૂળગાય દામ!

હજીયે ન જાગે મારો આતમરામ!

મારો આતમરામ!

હવે તો થાય છે મોડું વીનવું હું પાયે પડું,

મારે તો થવા બેઠો છે ફેરો આ નકામ!

મારે ફેરો આ નકામ!

મારા મૂળગામ દામ!

જાગોજી જાગોજી મારા આતમરામ!

વહાલા આતમરામ!

Total Views: 85

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.