હૃદયમાં વસો પ્રભુ, શ્રીરામકૃષ્ણ પરમહંસ,
શુદ્ધ બુદ્ધ મુક્તરૂપ, પ્રેમરૂપ આનંદ રૂપ;
પરમશાંતિ ધામરૂપ, શ્રીરામકૃષ્ણ પરમહંસ.
જ્ઞાન ભક્તિ યોગરૂપ, ધર્મ કર્મ મર્મ રૂપ;
સેવા ત્યાગ વૈરાગ્યરૂપ, શ્રીરામકૃષ્ણ પરમહંસ.
આત્મ રૂપ તત્ત્વરૂપ, બ્રહ્મચર્ય સત્ય રૂપ;
પરમ ક્રાંતિ દિવ્યરૂપ, શ્રીરામકૃષ્સ્ણ પરમહંસ.
માત તાત બંધુ રૂપ, પરમ ગુરુ ઈષ્ટ રૂપ;
કરુણામય નયનરૂપ, શ્રીરામકૃષ્ણ પરમહંસ.
દ્વૈત અદ્વૈત બ્રહ્મરૂપ, સમાધિમગ્ન પ્રાણ રૂપ;
ભક્ત શિષ્ય શરણરૂપ, શ્રીરામકૃષ્ણ પરમહંસ.
જય જય જય રામ રૂપ, જય જય જય કૃષ્ણ રૂપ;
જય જય પરમાત્મા રૂપ, શ્રીરામકૃષ્ણ પરમહંસ.
Your Content Goes Here




