मोह एव महामृत्युर्मुमुक्षोर्वपुरादिषु ।
मोहो विनिजिर्तो येन स मुक्तिपदमर्हति ।।85।।

મુમુક્ષુ-મુક્તિકામી માટે શરીર આદિ પ્રત્યેનો મોહ જ મહામૃત્યુ સમતુલ્ય છે.
જેણે મોહ પર વિજય મેળવી લીધો છે, તે જ મુક્તિપદનો અધિકારી છે.

मोहं जहि महामृत्युं देहदारसुतादिषु ।
यं जित्वा मुनयो यान्ति तद्विष्णोः परमं पदम् ।।86।।

દેહ, સ્ત્રી, પુત્ર આદિ પ્રત્યેના મોહરૂપી મહામૃત્યુ પર વિજય મેળવો;
એને જીતીને જ મુનિગણો વિષ્ણુના એ પરમપદની પ્રાપ્તિ કરે છે.

त्वङ्-मांस-रुधिर-स्नायु-मेदो-मज्जास्थि-संकुलम् ।
पूर्णं मूत्रपुरीषाभ्यां स्थूलं निन्द्यमिदं वपुः ।।87।।

ત્વચા, માંસ, રક્ત, સ્નાયુ, મેદ, મજ્જા તથા હાડકાંથી નિર્મિત અને
મળમૂત્રથી પરિપૂર્ણ આ સ્થૂળ દેહ નિંદનીય છે.

Total Views: 515

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.