अहं ममेति प्रथितं शरीरं मोहास्पदं स्थूलमितीर्यते बुधैः ।
नभोनभस्वद्दहनाम्बुभूमयः सूक्ष्माणि भूतानि भवन्ति तानि ।।73।।
‘હું’ તથા ‘મારા’ રૂપે પ્રસિદ્ધ મોહના આ આશ્રયને વિદ્વાન લોકો સ્થૂળ શરીર કહે છે.
આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આ સૂક્ષ્મ પંચભૂત છે.
परस्परांशैमिर्लितानि भूत्वा स्थूलानि च स्थूल-शरीर-हेतवः ।
मात्रास्तदीया विषया भवन्ति शब्दादयः पञ्च सुखाय भोक्तुः ।।74।।
એ એકબીજાના અંશોથી મળીને સ્થૂળ તથા સ્થૂળ શરીરના ગઠનનો હેતુ બને છે.
એના (સૂક્ષ્મ પંચભૂત) ગુણ (મળીને) ભોક્તા જીવના સુખ માટે શબ્દ આદિ
(સ્પર્શ, રૂપ, રસ, ગંધ) પાંચ વિષય બને છે.
य एषु मूढा विषयेषु बद्धा रागोरुपाशेन सुदुर्दमेन ।
आयान्ति नियान्त्यध ऊर्ध्वमुच्चैः स्वकर्मदूतेन जवेन नीताः ।।75।।
જે મૂઢજનો આ વિષયોની અતિ દુર્ભેદ્ય એવી આસક્તિરૂપી આ મહાપાશમાં બંધાયેલા છે.
તેઓ પોતાનાં કર્મોરૂપી દૂત દ્વારા બળપૂર્વક ખેંચાઈને નીચે તેમજ ઉપર આવતા-જતા રહે છે.
Your Content Goes Here





