अद्वैतादयवतारिणी स्वरसतः प्रेमाब्धि संगामिनी
भक्तिज्ञानजुषां तृषाप्रशमनी तापत्रयोन्मूलनी ।
आत्माराम – निषेचिनी भगवती धर्मदु-संपोषिणी
काचिद् – ब्रह्मसुधानदी प्रवहति ब्रह्माण्ड- संजीविनी ॥३६॥
અદ્વૈતાદ્રિ થકી વહી સરકતી, પ્રેમાબ્ધિની ગોદમાં,
જ્ઞાની ભક્ત તણી તૃષા છિપવતી, તાપત્રયોન્મૂલની;
આત્માનું વન સીંચતી ભગવતી, સદ્ધર્મને પોષતી,
એવી બ્રહ્મસુધાનદી રસળતી બ્રહ્માંડસંજીવિની.
काले भाविनि रामकृष्ण-चरणक्षुण्णेन धर्मात्मना
तत्वंशुद्ध-नखेन्दुबिंबकिरणै-र्विद्योतितेना-ध्वना ।
पुण्येयं भरतावनिर्यदि चरेत्त्यक्त्वेतरान् कापथां-
स्तर्ह्यस्या-श्चिरनष्ट-पूर्वमहिमा भूयो निवर्तिष्यते ॥३७॥
જે આ અંકિત રામકૃષ્ણ પદથી, સદ્ધર્મનો પંથ છે,
ને જે શુદ્ધ નખ-પ્રભા-કિરણથી, ઓજસ્વિતા ધારતો;
તેને આચરશે પવિત્ર ધરણી, આ ભારતી જો હવે,
તો તેનો ચિરનષ્ટ પૂર્વમહિમા, આવે ફરી નિશ્ચિત.
‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’માંથી (૩૬-૩૭)
Your Content Goes Here




