मूर्तस्समाधिरिव रूपवती दयेव दृश्यः प्रमोद इव सावयवा सुधेव ।
धर्मो वपुर्धर इव श्रुतिरंशिनीव मोक्षो घनायित इव त्वमहो विभासि ॥१९॥

આ તેજ છે વિલસતું તમ દૃશ્ય મોદ? કે મૂર્ત અમૃત? વળી શ્રુતિ શું શરીરી?
જાણે શરીરધર ધર્મ એ દયા હો, સાકાર મોક્ષમય રૂપવતી સમાધિ!

कात्यायनी – प्रतिकृतिं प्रभजन् क्रमेण तुङ्गं समाधिमधिरुह्य विकल्पहीनम् ।
त्वं निर्निमेषनयनः स्तिमितानिलस्सन्नन्तेऽगमः प्रतिकृतेस्तु सरूपभावम् ॥२०॥

આ માતૃમૂર્તિ ભજતાં ભજતાં ક્રમેથી, પામ્યા સમાધિ અતિ ઉત્તમ નિર્વિકલ્પ;
જ્યાં આંખ નિર્નિમિષ વાયુ રહે જ રુધ્ધ, સારૂપ્યભાવ તવ માતતણી વખાણું.

तेजस्विनः प्रथित-केशवचन्द्र-मुख्या विद्वत्तमा अवसरं प्रसमीक्षमाणाः ।
विद्याविहीन- मयशस्क-मपेतवित्तं त्वामारिराधयिषवः प्रतिपालयन्ति ॥ २१ ॥

જ્ઞાની ધની પ્રથિત કેશવચન્દ્ર જેવા, આરાધવા અવસરો તમને જ શોધે;
વિદ્યા તથા ધન એ યશ ગંધ હીન, આ આપને સકલ સભ્ય સમાજ પૂજે.

‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’માંથી (૧૯-૨૦-૨૧)

Total Views: 159

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.