शान्तं मनोमलहरं कलिकल्मषघ्नं संसार – शोषण- मशेषसुरेश – मृग्यम् ।
निष्किञ्चनैक-सुलभं क्षुदिरामजाख्यं सच्चित्प्रमोद-मधु चाभिलषामि पातुम् ||३१||

આ શાન્ત દોષહર ને કલિપાપહારી, સંસાર શોષક અશેષ સુરેશ વાંછ્યું;
સચ્ચિત્પ્રમોદભર નિર્ધનને સુલભ્ય, શ્રીરામકૃષ્ણમય અમૃત હું ચહું છું.

न ज्ञानमुद्रा न जटा न माला न ब्रह्मसूत्रं न गुरुत्व-नाट्यम् ।
साधारणत्वेन हि रामकृष्ण स्सिद्धेष्वसाधारणतां प्रपेदे ||३२||

ન જ્ઞાનમુદ્રા ન જટા ન માલા, ન બ્રહ્મસૂત્રો ન ગુરુત્વનાટ્‌ય;
રૂપે જ સાધારણ રામકૃષ્ણ, પામ્યા અસાધારણતા અહીં તો.

अष्टांगयोगस्य च कर्मणश्च भक्तेश्च सांख्यस्य च मार्गभेदे ।
धर्मार्थकामे-ष्वपुनर्भवे च श्रीरामकृष्णः परमं प्रमाणम् ||३३||

અષ્ટાંગયોગે શુભભક્તિ-સાંખ્યે, ને કર્મના માર્ગ તણા પ્રભેદે;
ધર્માર્થકામે જનમોક્ષમાં યે, શ્રીરામકૃષ્ણ પ્રભુ છે પ્રમાણ!

‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’માંથી (૩૧-૩૨-૩૩)

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.