आप्तोक्तिं खननं तथोपरि शिलाद्युत्कर्षणं स्वीकृतिम्
निक्षेपः समपेक्षते नहि बहिः शब्दैस्तु निर्गच्छति ।
तद्वत् ब्रह्मवित् उपदेशमननध्यान आदिभिः लभ्यते ।
मायाकार्यतिरोहितं स्वममलं तत्त्वं न दुर्युक्तिभिः ।।65।।

જેવી રીતે ધરતીમાં દાટેલું ધન તેને પોકારવાથી મળી જતું નથી, પરંતુ એ ધન મેળવવા જ્ઞાની વ્યક્તિ પાસેથી સાંભળીને (માર્ગદર્શન મેળવીને), માટીને ખોદીને, ઉપરના પથ્થર વગેરેને દૂર કરીને એ ધનને બહાર કાઢવું પડે છે; તેવી જ રીતે પોતાના (અહંકાર આદિ) માયાથી મુક્ત વિશુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન પણ કેવળ તર્કવિતર્કથી નહીં, પરંતુ બ્રહ્મજ્ઞાનીઓએ આપેલ ઉપદેશ તથા તેનાં મનન – ધ્યાન વગેરેથી પ્રાપ્ત થાય છે.

तस्मात् सर्वप्रयत्नेन भवबन्धविमुक्तये ।
स्वैरेव यत्नः कर्तव्यो रोगादाविव पण्डितैः ।।66।।

એટલે જ રોગાદિ થવાથી વ્યક્તિ પોતે જ તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે,
તેવી જ રીતે વિવેકી વ્યક્તિનું એ કર્તવ્ય છે કે તે ભવબંધનમાંથી મુક્ત થવા માટે પોતે જ સર્વપ્રકારે પ્રયત્ન કરે.

Total Views: 478

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.