આ લેખ વાંચી રહેલ તમામ પવિત્ર આત્માને મારા નમસ્કાર. હું એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. સ્વામી વિવેકાનંદજીના જીવનનો મારા પર ઘણો જ પ્રભાવ પડ્યો છે. સ્વામી વિવેકાનંદનું જીવન પુસ્તકાલય જેવુ છે,જેમ પુસ્તકાલયમાંથી હર હંમેશ જ્ઞાનનો પ્રવાહ વહેતો રહે છે તેમ સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી પણ હરહંમેશ નીતનવું જીવનલક્ષી જ્ઞાન,કૌશલ્ય મળતું રહે છે. સ્વામી વિવેકાનંદના જીવનમાંથી મને શીખવા મળેલા ગુણો.
(1)મને સ્વામીજી પાસેથી સૌ પ્રથમ દેશસેવા અને લોકસેવા એ જ આપણો ધર્મ છે એ શીખવા મળ્યું.
(2)તેમજ જીવનમાં હંમેશા કર્મનિષ્ઠ,પ્રમાણિકતા અને ચારિત્ર્યવાન બનવું જોઈએ.
(3)મને સ્વામીજીના જીવનમાંથી નીતિમાન બહાદુર અને સહ્રદયી બનવું તેમજ પરિશ્રમી બનવાનું શીખવા મળ્યું.
(4)જ્યારે આપણે લોકોને સાજા કરવા જઈએ છીએ ત્યારે ઘણા એવા પ્રસંગો હોય છે જ્યારે લોકો પોતાની વાત મનાવવા માટે આપણો વિરોધ કરે છે એવા સમયે નમ્રતા કોઈપણ જટિલ પરિસ્થિતિને હળવી કરી શકે છે આમ, મને નમ્રતાનો ગુણ સ્વામી વિવેકાનંદ પાસેથી શીખવા મળ્યો.
(5)જીવન પ્રત્યેની આપણી જિજ્ઞાસા ને લઈને આપણે સારી અને સર્વગ્રાહી રીતે પ્રયાસ કરતા રહેવું જોઈએ.
(6) પ્રત્યેક માનવ માટે દયા અને કરુણાનો ભાવ આપણા સ્વભાવમાં આવવો જોઈએ.
(7) કંઈ પણ વસ્તુ અસંભવ નથી.
(8) નિયમિતતા, પોતાના ધર્મ પર અતૂટ શ્રદ્ધા અને નિસ્વાર્થતા.
(9) પોતાના લક્ષ્ય પર કાયમ રહો કર્મ કરો આળસનો ત્યાગ કરો અને ચુનોતિયોનો સામનો કરો.
(10) ધ્યેયની પ્રાપ્તિ માટે એકાગ્ર રહો ,શક્તિશાળી બનો અને હરહંમેશ આત્મવિશ્વાસથી ભરપૂર રહો. (11) પોતાની ભૂલોથી શીખો, પોતાની ભૂલનો દોશ બીજાને ના આપો અને ક્યારેય કોઈને કષ્ટ ના આપો. (12)પોતાના મનને ઉદાર બનાવો.
(13) રાષ્ટ્રહિતને સર્વોપરી ગણી પોતાના તમામ કાર્યો દેશના હિતમાં જ કરો.
(14) પોતાની સંસ્કૃતિ અને એના સિદ્ધાંતોનો આદર કરો.
(15) પ્રાર્થનાના માધ્યમથી આપણે તમામ મુશ્કેલીઓને પાર પાડી શકે છે તેથી પ્રાર્થના ને પોતાના દૈનિક જીવનમાં સામેલ કરો. આ તમાત સદવિચારો મને સ્વામીજીના જીવનમાંથી શીખવા મળ્યા છે.
જય ઠાકુર
‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.
4 Comments
Leave A Comment
Your Content Goes Here





Sat Sat Vandan…🙏
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
અતી સુંદર ! સ્વામીજી ના વિચારો સુંદર રીતે રજુ કર્યા……
Very inspiring, keep it up!