છંદ શિખરિણી (સોનેટ)
તમોને જાણ્યા’તા બહુ વરસથી નિત્ય સ્વજન.
બહુ માણ્યાં’તાં મેં ગુરુમુખથી શબ્દામૃત તવ.
રસી રહેતાં હૈયાં અણુ અણુ કશા દિવ્યરસથી.
તમે જીવ્યા એવું યુગયુગથી જાણે જીવવું’તું.
તમારું સર્વેયે અમૃત ફળશું નિત્ય નવલું.
તમે સાધ્યું કેવું પ્રભુહૃદયને ચોતરફથી
તમે કાલી સાથે પ્રતિપળ કરો વાત, અમને
સ્મરંતા રોમાંચ અવનવ થતો ચિત્ત ભરતો.
નરેનેયે પામ્યાં તમચરણ વિશ્રામ પરમ.
તમે કેવા પ્રેમી નયનમન ઝંખે નિરખવા
મળે સારા શિષ્યો ઉછળતું હતું ચેતન બધું!
તમે કેવા દાની બહુ બહુ દીધું આ જગતને
વિવેકાનંદે જે શતગુણ કરી વેર્યું જગમાં.
યદા આજે કાલી દરશન કરું ભક્તિરસથી
તમે એથી પામ્યા સ્મરત સઘળું વંદન કરું
તમે જ્યાં સૂતા’તા નિરખત ખરે ખાટ-વસન
તમારી ગાદી ને સ્મરણ સઘળાં થાં સળવળે
તમે ખંખેર્યો’તો બહુ ચુભત સિક્કો રણકતો!
મને સૂઝે એવું,
બહું મોટો દાતા મબલખ કશું ભેગું કરીને
બધું છુટ્ટે હાથે સતત દઈ દેતો તદપિના
કશું ખાલી થાતું, સમજણ તણાં બંધ સઘળા
વિરામે ને હૈયું તમચરણમાં એવું નમતું!
– રામપ્રસાદ દવે
Your Content Goes Here




