એક માણસ મહારાજ [(સ્વામી કલ્યાણાનંદ), સ્વામીજીના સાધુ શિષ્ય, રામકૃષ્ણ મિશન સેવાશ્રમના સ્થાપક, કનખલ (હરિદ્વાર)] પાસે આવતો અને પૈસા માંગતો. મહારાજ પાસેથી થોડા પૈસા મળે તો તરત જ બહાર નીકળી જતો. ઘણી વાર એવું થતું જોયા પછી, એક દિવસ મેં (સ્વામી સર્વગતાનંદ) પૂછ્યું: “મહારાજ, એ માણસ કોણ છે? તે તમારી પાસે પૈસા લેવા જ આવે છે અને તે લઈને જતો રહે છે. તે કઈ આશ્રમનો ઉપકાર (કામકાજ) કરતો નથી. શું વાત છે?” મહારાજે મને ક્યારેય આ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો. કલ્યાણ મહારાજના મૃત્યુના થોડા દિવસો પછી, તે વ્યક્તિ એક દિવસ સેવાશ્રમ માં આવ્યો અને મહારાજને શોધવાલાગ્યો. મેં તેને પૂછ્યું: “તને કેટલા પૈસા જોઈએ છે?” તેણે કહ્યું: “મારે તમારી પાસેથી પૈસા નથી જોઈતા, મારે જાણવું છે કે મહારાજ ક્યાં છે.” ત્યારે મેં કહ્યું, મહારાજની સમાધિ થય ગયી છે. આ સાંભળીને તે માણસ ભાંગી પડ્યો અને બાળકની જેમ રડવા લાગ્યો. પછી તેણે કહ્યું: “મહારાજે મારા માટે શું કર્યું છે તે તમે જાણતા નથી.” મેં પૂછ્યું: “કેમ? તેમણે શું કર્યું?” તેણે કહ્યું: “તે એક લાંબી વાર્તા છે. એક દિવસ હું બજારમાં ગયો. મારી પાસે પૈસા ન હતા. હું એક દુકાન માંથી કેટલીક વસ્તુઓની ચોરી કરતા પકડાયો. પછી પોલીસે મને મારવાનું શરૂ કર્યું. મહારાજ ઘોડાગાડીમાં બેસીને આવતા હતા. તેઓ ઘોડાગાડી માંથી ઉતર્યા અને પોલીસને થોભવાનું કહ્યું, ‘શું થયું?’ બધાએ કહ્યું, ‘આ માણસે આ વસ્તુઓ ચોરી કરી છે.’ મહારાજે પૂછ્યું કે વસ્તુની કિંમત કેટલી છે. પછી તેમણે પૈસાનું પતાવટ કરી અને મને કહ્યું, ‘ભવિષ્યમાં ક્યારેય પૈસાની જરૂર પડે તો મારી પાસે આવજે. ચોરી કરતો નહીં. તને જોતા તો એવું લાગે છે કે સારો માણસ છો. શા માટે તું ચોરી કરશ?’ પછી મેં સખત મહેનત કરી. જોકે, કેટલીકવાર મારી કમાણી મારી જરૂરિયાતો માટે પૂરતી ન હતી. તેથી મહારાજ પાસે આવતો ત્યારે તેઓ પૈસા આપતા. ત્યારથી મેં ચોરી કરવાનું છોડી દીધું. તેઓ મારા માટે ખૂબજ દયાળુ હતા! તે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના સીધા જ પૈસા આપી દેતા.” વિચારવા માટે—માત્ર થોડા રૂપિયાથી, મહારાજે માણસને સાચો માર્ગ બતાવ્યો. તેણે પોતાનું આખું મન, તેની આખી રીતભાત બદલી નાખી. આ ઘટનાએ મારા પર ઊંડી છાપ છોડી. મેં તે માણસને કહ્યું, હું તને થોડા પૈસા આપવા માંગુ છું—પણ તેણે ‘ના’ કહીને મારી વિનંતી ફગાવી દીધી અને ચાલ્યો ગયો.
સ્વામી સર્વગતાનંદ સ્ત્રોત: તમે પરમહંસ બનશો. સ્વામી સર્વગતાનંદ, ઉદ્બોધન કાર્યાલય, પૃષ્ઠ 32-33.
Your Content Goes Here




