અજબ મિલાવટ કરી ચિતારે રંગપ્યાલીઓ ભરી!
એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પ્હાડ!
ઘટ્ટ નીલિમા નરી.
જરાક ખંખેરી પીંછી ત્યાં ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા સાગર સાત અફાટ!
જલરંગે જલપરી!
લૂછતાં વાદળપોતે ઊઘડ્યા ઈન્દ્રધનુના રંગ;
રંગરંગમાં લીલા નિજની નીરખે થઈને દંગ!
ચીતરે ફરી ફરી!
Your Content Goes Here




