(રાગ ઝિંઝોટી – તીન તાલ)

બોલ મા, બોલ મા, બોલ મા, રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલ મા. ધ્રુ૦
સાકર શેરડીનો સ્વાદ તજીને
કડવો લીમડો ઘોળ મા રે. ૧

ચાંદા સૂરજનું તેજ નજીને
આગિયા સંગાથે પ્રીત જોડ મા રે. ૨

હીરા માણેક ઝવેર તજીને
કથીર સંગાથે મણિ તોલ મા રે. ૩

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર
શરીર આપ્યું સમતોલમાં રે. ૪

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.