ભારત નહિ નહિ વિન્દ્ય હિમાલય,
ભારત ઉન્નત નરવર,
ભારત નહિ ગંગા, નહિ યમુના,
ભારત સંસ્કૃતિ નિર્ઝર.
ભારત નહિ વન, નહિ ગિરિગવ્હર,
ભારત આતમની આરત,
ભાત તપ્ત ગગન કે રણ નહિ,
જીવનધૂપ જ ભારત.
ભારત તે રતનાગર રિદ્ધિ ન,
ભારત સંતતિરત્ન,
ભારત ષડ્ઋતુ ચક્ર ન, ભારત
અવિરત પૌરુષયત્ન.
ભારત ના લખચોરસ કોશો,
વિસ્તરી જડ ભૂમિ,
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-
વીર પ્રાણની ઊર્મિ.
ભારત એકાકી અવધૂત ન,
કે ચિરનિરુદ્ધકારા,
ભારત જગની જમાત વચ્ચે
મનુકૂલ મનની ધારા.
– ઉમાશંકર જોશી
Your Content Goes Here




