તપ અનર્ગળ ને તું આર્ય!

ના રાજસી ભભકની ભૂરકીથી ભ્રાન્ત

દૂરે વિદેશ કંઈ યોજનાથી અગ્રગણ્ય

આ પુણ્યભૂમિથી પ્રભાવિત, આવવું થૈ

‘સ્વામી’ની પાછળ જ પાછળ પ્રેરણા લે

ખૂટી જવું અખૂટ પુણ્ય અહીં મૂકીને;

તે તો હતી તુજ અદમ્ય અગ્રાગ્ર ચર્ચા

પોતે છૂટી પ્રકૃતિથી-નિજ બંધનોથી

સાક્ષાત્કૃતિ તું તુજ આત્મની પામવાને,

સ્વેચ્છાથી સર્વ ત્યજી સાગર સાત ખેડી

સન્નારી! સંચરી તું, જે અમૃતસ્ય સેતુ

– હીરાબહેન પાઠક

Total Views: 327

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.