ધોમ ધખે ને ધરણી હાંફે, માડીનાં સુકાય દૂધ,
અંતરના ઊકળાટ વધે ને ગરજી ઊઠે જુદ્ધ,
ઓ રે! ગરજે કાળાં જુદ્ધ;
અર્મીકૂપી લઈ ઘૂમી વળો ત્યારે હ્રદયવીર પ્રબુદ્ધ.
અંધારઘેરી અરધી રાતે બુઝાય દીવા વીર!
દશે દિશાએ ફૂંકાય ઘેરા મોતના શીત સમીર,
ઓ રે! મોતના શીત સમીર;
ઉરેઉરે ત્યારે દીપ પેટાવો ચેતનાના, સ્નેહવીર!
માનવતા ઉર ત્રાસી રહી, રણ-આંગણ-શોણિત- ક્ષુબ્ધ,
વીર ઊઠી આજ લડી લો ત્યારે જુદ્ધની સામે જુદ્ધ,
ઓ રે! જુદ્ધની સામે જુદ્ધ!
ઘરેઘરે વીર ગાંધી જગાવો બારણે બારણે બુદ્ધ!
Your Content Goes Here




