દિવસો કેમ કપાય?
અરે! આ દિવસો કેમ કપાય?

ઘડી વીતે તે વરસ સમાણી,
વરસ વીતે યુગ જાય!
છીણી છેદે અંગ અંગને,
રુધિર રંગ વહી જાય!
અરે! આ દિવસો કેમ કપાય?

દૂઝે દિનભર જખમો ઊંડા,
રાતે તાજા થાય :
કોઈ અદીઠો કર કંઇ એમાં,
લવણ મિલાવી જાય!
અરે! આ દિવસો કેમ કપાય?

સહું વેદના મૂગી મૂગી,
વદું ન મુખથી ‘હાય’!
મીરાંકે પ્રભુ ગિરિધર નાગર!
ધરશો ક્યારે બ્હાંય?
મારી ધરશો ક્યારે બ્હાંય?
અરે! આ દિવસો કેમ કપાય?

– રતુભાઇ દેસાઈ

Total Views: 310

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.