અડધી-પડધી ધરા મળે છે, અધકચરું આકાશ
વસન્તમાં પણ નજરે ચડતાં પુષ્પવિહીન પલાશ
સૂર્યોદયથી સૂર્યોદયનાં આવર્તન નિસ્તેજ
છતાં આપણી નત આંખોને અજવાળાંની આશ
હાથ-ચરણ વીંઝતાં કેવળ મૃગજળ નામે પ્રાન્ત
તૂટે તો પણ ક્યાંથી તૂટે વણદેખાતા પાશ
આદિકાળથી આજ ઘડી લગ મૂર્તિ નિરમવા કાજ
મથી રહ્યા છે નયન વગરના અણઘડ સંગતરાશ
Your Content Goes Here




