
આજનો યુગ છે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (AI)નો. જીવનના પ્રત્યેક ક્ષેત્ર—બેંકિંગ, શિક્ષણ, મેન્યુફેક્ચરિંગ, લેખન, અને ચિત્રકલાથી લઈ યુદ્ધક્ષેત્ર સુધી એ પાંખો પ્રસારી રહ્યું છે. અને હજુ તો આપણે એની ક્ષમતાનો સૂર્યોદય માત્ર જોયો છે.
મનુષ્યની બુદ્ધિ ત્રણ રમતોમાં સૌથી વધુ ચકાસાય છે—ચેસ, ‘ગો’, અને ‘જીઓપાર્ડી’. AIએ આ ત્રણેય રમતોના વિશ્વવિજેતાઓની સામે વિજય મેળવ્યો. એ હતી AIના સૂર્યોદય પહેલાં આકાશમાં છવાયેલ લાલિમા. આ ત્રણ વિજયોથી આપણને સૌથી પહેલી વાર ખબર પડી કે વૈજ્ઞાનિકો એમની લેબોરેટરીમાં શું વિકસાવી રહ્યા છે.
આજે આપણે ચિંતામાં છીએ કે જો AI શરૂઆતથી જ આપણને આટલી જટિલ રમતોમાં હરાવી દે તો ભવિષ્યમાં એ શું નું શું ન કરી શકે? પરંતુ આનો અર્થ એ નથી કે આપણે વિકાસ અટકાવી દઈએ, માત્ર વિકાસ કઈ દિશામાં થઈ રહ્યો છે એની ઉપર તીક્ષ્ણ દૃષ્ટિ રાખતા રહીએ.
‘ડીપ બ્લુ’નો ચેસમાં વિજય

ચેસની રમતમાં 10ની પાછળ 120 મીંડા લગાવીએ એટલી સંભવિત ચાલો છે. આ આંકડો કેટલો મોટો છે, ખબર છે? બ્રહ્માંડમાં સંભવિત તારાઓની સંખ્યા છે 10ની પાછળ 36 મીંડા લગાવીએ એટલી!
હવે, જો આપણે ચેસ રમતા હોઈએ તો પ્રતિ સેકન્ડે કેટલી ચાલો વિચારી શકીએ—બે, ત્રણ? એ સમયે ચેસના વિશ્વવિજેતા એક સેકન્ડમાં કેટલી ચાલો વિચારી શકતા હશે—દસ, પંદર?
1985માં ફેંગ-સિઉંગ સુ નામક એક અમેરિકન વૈજ્ઞાનિકે પોતાની Ph.D.ના ભાગ રૂપે ચેસ રમતા કોમ્પ્યૂટરની કલ્પના કરી હતી. એણે IBM કંપનીની સાથે મળીને ‘ડીપ બ્લુ’ નામક કોમ્પ્યૂટર બનાવ્યું. ‘ડીપ બ્લુ’ એક સેકન્ડમાં 20 કરોડ ચાલો વિચારી શકે છે!
ગમે તેટલી તીવ્ર બુદ્ધિમત્તાવાળા મનુષ્ય હોય, આ રાક્ષસની સામે શું કરી શકે? માટે જ, 1997માં વિશ્વ ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવ છ ગેમની મેચમાં ‘ડીપ બ્લુ’ની સામે હારી ગયા હતા.
‘ગો’ની રમતમાં ‘આલ્ફા ગો’નો વિજય

ચેસની રમતમાં 10ની પાછળ 120 મીંડા લગાવીએ એટલી સંભવિત ચાલો છે. બ્રહ્માંડમાં 10ની પાછળ 36 મીંડા લગાવીએ એટલા તારાઓ છે અને 10ની પાછળ 80 મીંડા લગાવીએ એટલા અણુઓ છે. તો ‘ગો’ની રમતમાં કેટલી સંભવિત ચાલો હશે? 10ની પાછળ 360 મીંડા લગાવીએ એટલી!
વિલક્ષણ પ્રતિભાસંપન્ન ડેનિસ હસાબિસ બાળપણમાં જ ચેસનો નિષ્ણાત બની ગયો હતો. મોટા થઈ તેઓ ન્યૂરો-સાયન્ટિસ્ટ (જ્ઞાનતંતુઓના નિષ્ણાત) બન્યા હતા. ‘ડીપ માઈન્ડ’ નામક કંપનીમાં જોડાઈ તેઓએ 2014માં મનુષ્યના જ્ઞાનતંતુઓની કાર્યપ્રણાલીના આધારે ‘આલ્ફા ગો’ નામક કોમ્પ્યૂટરનું નિર્માણ કર્યું.
જો કોમ્પ્યૂટર આપણા મગજની જેમ જ કામ કરવા લાગે તો એની સામે કેવી રીતે જીતી શકાય? જ્યારે 2016માં ‘આલ્ફા ગો’એ સાઉથ કોરિયાના વિશ્વ વિજેતા લી સેડોલને હરાવી દીધા ત્યારે લી સેડોલે હતાશ થઈને ‘ગો’ની રમતમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.
પ્રશ્નોત્તરીની રમતમાં ‘વોટસન’નો વિજય

ચેસ અને ‘ગો’ ગણિતના નિયમો અનુસાર સમજી અને રમી શકાય એમ છે. પરંતુ જો આપણે IIT-JEE કે UPSCની તૈયારી કરતા હોઈએ ત્યારે સામાન્ય જ્ઞાનની કેટલી જરૂર પડે છે? આજે ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા રિયાલિટિ-શો આપણી બુદ્ધિમત્તાને સન્માનિત કરે છે. ત્યાં પ્રશ્નોના ઉત્તર આપવા માટે પહેલાં તો શું પૂછવામાં આવી રહ્યું છે એ સમજવું પડે. ભાષા ઉપર અદ્ભુત પકડ હોવી જાેઈએ.
ડેવિડ ફેરુચી બાયોલોજી અને કોમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કરીને આપણા મનન-ચિંતન પ્રક્રિયા અને નવા નવા વિચારો કરવાની કાર્યપ્રણાલીના નિષ્ણાત બન્યા છે. 2006માં તેમની આગેવાની હેઠળ IBM કંપનીએ ‘વોટસન’ કોમ્પ્યૂટરનું નિર્માણ કર્યું.
અમેરિકામાં ‘જીઓપાર્ડી’ નામક એક રિયાલિટિ-શો છે, જેના શ્રેષ્ઠ વિજેતાઓ છે કેન જેનિંગ્સ અને બ્રેડ રટર. ‘વોટસન’ એમની સામે સ્પર્ધામાં ઊતર્યું અને એમને હરાવીને 8 કરોડ રૂપિયા જીતી ગયું.
4 Comments
Leave A Comment
Your Content Goes Here






Very much interesting. Jay Thakur 🙏
Very much interesting.
Unimaginable and scary. A great to Humans.
Eagerly waiting for AI…
AI ne yug ma bhaav ni job malse, bhakti ni job hase, prem ni job hase…