આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ!’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ.
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, હો ભેરુ.
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર:
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, હો ભેરુ.
‘પ્રહ્લાદ પારેખનાં કાવ્યો’માંથી
(લોકમિલાપ ટ્રસ્ટ)

Total Views: 184

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.