આદિ બ્રાહ્મ સમાજના એક આચાર્ય છે. એ બીજી કે ત્રીજીવાર પરણ્યા છે. એને મોટાં મોટાં છોકરાઓ છે. ને આવા લોકો ગુરુ બને છે. ‘ઈશ્વર જ સત્ય છે અને બીજું બધું માયા છે’, એ ભલે કહે તો પણ, કોણ તેમની વાત માનશે? એના ચેલા કોણ થશે તે તમે બરાબર સમજી શકો છો. જેવા ગુરુ તેવા જ ચેલા. કોઈ સંન્યાસી મનથી કામિનીકાંચનનો ત્યાગ કરે પણ, બાહ્ય રીતે એમની સંગાથે જ રહેતો હોય તો, એ સાચો ગુરુ બની શકે નહીં. એ ખાનગીમાં ગોળ ખાય છે તેમ લોકો ખાનગીમાં કહેવાના.

‘સિંથિનો મહિંદર પાલ અહીંયાં પાંચ રૂપિયા આપી ગયો હતો રામલાલની પાસે. રામલાલે મને એ ચાલ્યો ગયો તે પછી કહ્યું. મેં પૂછ્યું કે શેને માટે આપી ગયો છે ? રામલાલે મને કહ્યું કે ‘અહીંને માટે આપ્યા છે.’ ત્યારે મને થયું કે દૂધવાળાના દેવાના બાકી છે, તે એમાંથી થોડાક દેવાઈ જશે. પણ વોય મા ! રાતે સૂતો છું, ત્યાં અચાનક ઊંઘ ઊડી ગઈ! અને એકદમ છાતીમાં જાણે બિલાડી નહોર ભરાવતી હોય તેમ થવા લાગ્યું ! એટલે ઊઠીને રામલાલની પાસે જઈને પૂછ્યું : ‘એ રૂપિયા કોને માટે આપી ગયો છે ? તારી કાકી માટે આપ્યા છે ?’ ત્યારે રામલાલ કહે કે ‘ના, આપને માટે આપ્યા છે.’ એટલે મેં કહ્યું કે ‘ના, તું અત્યારે ને અત્યારે એ રૂપિયા પાછા દઈ આવ, નહિતર ત્યાં સુધી મને શાંતિ નહિ વળે.’ ‘રામલાલ સવારમાં વહેલો ઊઠીને રૂપિયા પાછા આપી આવ્યો ત્યારે મન શાંત થયું.’

(શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ – ૧૬૯)

Total Views: 373

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.