🪔 વિવેકવાણી
ભક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1993
જ્યાં સુધી માણસ ઈશ્વરને એક એવા પુરુષ તરીકે ઓળખે છે કે જે એક હાથમાં પુરસ્કાર અને બીજા હાથમાં દંડ લઈને વાદળાં ઉપર બેઠેલો છે, ત્યાં[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 1993
अनेकजन्मसंप्राप्तकर्मसम्बन्धदाहिने। आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः॥ શિષ્યને આત્મજ્ઞાનરૂપી અગ્નિ આપીને જે એનાં જન્મજન્માંતરનાં ભેગાં થયેલાં કર્મનાં બંધના બાળી નાખે છે, એવા દિવ્ય ગુરુને નમસ્કાર. (‘વિશ્વસારતન્ત્ર’) (‘શ્રીમદ્ભાગવત’[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
June 1993
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ દેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૮મી મે, ’૯૩થી ૧૧મી મે, ’૯૩ સુધીનો ચાર[...]
🪔 પુસ્તક સમીક્ષા
“ઉજમાળાં જીવનમૂલ્યોની વૈજયંતી”
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
June 1993
HEALTHY VALUES OF LIVING By Swami Tathagatananda. Published by - Mr. S. K. Chakraborty 137, Ramdalal Sarkar Street, Calcutta - 700 006. Price Rs. 20[...]
🪔 પ્રશ્નોત્તરી
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૯
✍🏻 સ્વામી હર્ષાનંદ
June 1993
(સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૧ સંસ્કાર શું છે? ધર્મશાસ્ત્રોમાં કેટલા સંસ્કારોનો ઉલ્લેખ છે? તેની ઉપયોગિતા શી છે? હિન્દુસમાજના બધા લોકો[...]
🪔
તમારી સેવા એ જ મારી ભાવસમાધિ
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
June 1993
(મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો) “રાણીમા, આ શિવમૂર્તિ જુઓ તો, કેટલી સુંદર છે! જાણે સાક્ષાત્ શિવ!” “વાહ, સાચ્ચે જ સુંદર પ્રતિમા છે. આવી સુંદર પ્રતિમા કોણે[...]
🪔
ગાયત્રી મંત્રની ઉપાસના-૩
✍🏻 સ્વામી મુખ્યાનંદ
June 1993
(ગતાંકથી ચાલુ) (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી[...]
🪔
મારા પિતરાઈઓ (૨)
✍🏻 સ્વામી આનંદ
June 1993
(ગતાંકથી ચાલુ) ઉત્તરાખંડના પહાડોનાં બદરીકેદાર આદિ તીરથધામોની જાત્રાનો મારો સિલસિલો શરૂ થયાંને ચાર-પાંચ દાયકા વીત્યા. તેમાંય ગંગોત્રી બાજુ મારો અવરજવર વિશેષ. અરધી વાટે ઉત્તરકાશી આવે.[...]
🪔 કાવ્યાસ્વાદ
પ્રીતમના ઓરડા
✍🏻 હરીન્દ્ર દવે
June 1993
મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લોલ. હરિયાળા ડુંગરાને ગોચરમાં પાથરી ફૂલભરી જાજમની ભાત, સાંજલ તારાનો રૂડો દીવો બળે ને ઓલી આસમાની[...]
🪔
આધુનિક મૅનેજમેન્ટમાં વેદાંતનાં મૂલ્યોની જરૂર
✍🏻 સ્વામી જિતાત્માનંદ
June 1993
વિશ્વભરમાં વહીવટીક્ષેત્રના વિકાસમાં જે નવીનતમ ફેરફારો થઈ રહ્યા છે તેની પશ્ચાદભૂમિમાં આપણા પ્રાચીન વિચારોને આપની સમક્ષ રજૂ કરતાં મને આનંદ થઈ રહ્યો છે. તમે જાણો[...]
🪔
વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા
✍🏻 સ્વામી શ્રીધરાનંદ
June 1993
(શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું[...]
🪔 કાવ્ય
સમર્પણ અને પછી
✍🏻 ઉશનસ્
June 1993
(શિખરિણી સોનૅટ) કદી મેં ઇચ્છાઓ અવગણી નથી, રોકી ય નથી; સ્વયં ફૂટે તેને સહજ સ્ફુરવા ને વિકસવા દીધી છે, વાસંતી તરુ જયમ વને દક્ષિણ હવા[...]
🪔
સર્વની માતા (૪)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
June 1993
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) (એપ્રિલથી આગળ) શ્રી બલરામ બોઝ શ્રી રામકૃષ્ણના મુખ્ય સેવકોમાંના એક હતા. તેઓ શ્રીરામકૃષ્ણને[...]
🪔
સર્વાંગીણ વ્યક્તિત્વનો વિકાસ (૨)
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 1993
(સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) (ગતાંકથી આગળ) ચાર પુરુષાર્થ પ્રાચીન ભારતમાં જીવનના ચાર આદર્શોને અથવા પુરુષાર્થનું સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં[...]
🪔 સંપાદકીય
ભારતીય ચિંતન પરંપરામાં રથ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1993
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે - લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથપુરીમાં જઈને આ[...]
🪔 વિવેકવાણી
માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 1993
મેં કેટલાક જોશીઓને અદ્ભુત ભવિષ્યવાણી કહેતા જોયા છે. પણ તેઓ માત્ર ગ્રહો ઉપરથી અથવા એ પ્રકારની કોઈ બાબત ઉપરથી આ ભવિષ્ય ભાખતા હતા એમ માનવાનું[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 1993
सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये। सत्यस्य सत्यमृतसत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्नः॥ હે પ્રભુ, તમે સત્ય ઇચ્છાશક્તિવાળા, સત્ય દ્વારા જ પ્રાપ્ય, ત્રણેય કાળમાં[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
May 1993
રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રો દ્વારા સ્વામી વિવેકાનંદ ભારત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવની ઉજવણી ૨૨ જાન્યુઆરીએ રાયપુર (મધ્યપ્રદેશ) આશ્રમમાં સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશની પ્રાસંગિકતા વિશે એક પરિચર્ચા યોજાઈ[...]
🪔 પુસ્તક સમીક્ષા
ભારતની આધ્યાત્મિક સાધનાના ધ્રુવતારક-શ્રીરામકૃષ્ણ પરમહંસ
✍🏻 ડૉ. રમણલાલ જોશી
May 1993
(શ્રીરામકૃષ્ણ પરમહંસ - લેખક: દુષ્યન્ત પંડ્યા, પ્રકાશક: પરિચય ટ્રસ્ટ, મુંબઈ, પરિચય-પુસ્તિકા નં. ૭૯૬, વિક્રેતા: નવજીવન પ્રકાશન મંદિર, પોસ્ટ: નવજીવન, અમદાવાદ ૩૮૦ ૦૧૪, કિં. રૂ. ચાર)[...]
🪔 પ્રેરક પ્રસંગ
સેવા એ જ ધર્મ
✍🏻 સંકલન
May 1993
હે વિનમ્રતાના સ્વામી, અમને વરદાન આપ: કે સેવક અને મિત્ર તરીકે અમારે જે લોકોની સેવા કરવાની છે, તેમનાથી ક્યારેય અમે અળગા ન પડી જઈએ, અમે[...]
🪔 કાવ્ય
એક અલખ આધાર
✍🏻 દિલીપ જોશી
May 1993
એક અલખ આધાર અગમના આરાને શેણે આંબવા? આંબવા છે આતમના ઓવારા રે... એવાં ધરાનાં પાણીડાં કાંઠે ટળવળે, માણે ક્યાંથી મોજુંના સેલ્લારા રે?... એવા સાવ રે[...]
🪔 કાવ્ય
પ્રગટ્યા પરમહંસ
✍🏻 ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા
May 1993
પ્રગટ્યા પરમહંસ એવું ભાસે કે દેવ! એકાએક દૂરથી આ આવ્યા હો મારે આવાસ! આંગણિયે આસપાસ લાગે કે ક્યાંક હું તો સુણું પગરવનો આભાસ! ભલે વસ્યા[...]
🪔
ગાયત્રી મંત્રની ઉપાસના-૨
✍🏻 સ્વામી મુખ્યાનંદ
May 1993
(ગતાંકથી ચાલુ) (‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી[...]
🪔
મારા પિતરાઈઓ
✍🏻 સ્વામી આનંદ
May 1993
----ની સંખ્યા, જેમાં માનવજન્મ મળવો દુર્લભ મનાયો છે એવા આપણા આ ભારત દેશમાં, બાવન લાખની ગણાય છે. આ આંકડો દાયકાઓથી પ્રચલિત છે. તેથી ઘણાઓ કહે[...]
🪔
સંતુલિત પ્રજ્ઞાનો શાશ્વત આલોક : ભગવાન બુદ્ધ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
May 1993
૬ મે, ૧૯૯૩, બુદ્ધ જયંતી પ્રસંગે (સ્વામી બ્રહ્મશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલ રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ, વારાણસીની હૉસ્પિટલમાં કાર્યરત છે.) વૈશાખી પૂર્ણિમા[...]
🪔 કાવ્ય
બુદ્ધ
✍🏻 સુન્દરમ્
May 1993
બુદ્ધ ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડફતું હતું જે સંતાપે જગત દુખિયું, ક્લિન્ન રડતું, લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફમહીં ને વદ્યાઃ ‘શાંતિ, વ્હાલાં, રુદન નહિ બુટ્ટી દુઃખતણી.’[...]
🪔
અંગુલિમાલનું હૃદયપરિવર્તન
✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી
May 1993
અંગુલિમાલ ભયાનક હત્યારો હતો. એણે એક હજાર આંગળીઓની માળા બનાવી ગળામાં પહેરવાનો સંકલ્પ કર્યો હતો. કેટલાક અઘોરીઓ ખોપરીની માળા પહેરતા હોય છે તેમ એને આંગળીઓની[...]
🪔
માનવ - પ્રકૃતિ સંબંધ પરત્વે ભારતીય દૃષ્ટિ અને અભિગમ-૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 1993
(૧ ઑક્ટોબર, ૧૯૯૦ના રોજ હૈદરાબાદની ઍકૅડમી ઑફ ગાંધીયન સ્ટડીઝના ઉપક્રમે પર્યાવરણીય અધિકારો અને ઉત્તરદાયિત્વ પરના રાષ્ટ્રીય વર્કશોપના સમાવર્તન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]
🪔
સર્વાંગીણ વ્યક્તિત્વનો વિકાસ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 1993
(આધ્યાત્મિક વિકાસની સાધના માટે મૂળત: જીવનની સાચી સમજણ હોવી જરૂરી છે. એ જાણ્યા પછી જ આપણું જીવન અખંડ અને સંપૂર્ણ બને છે. અસાવધાન રહીને જીવનની[...]
🪔 સંપાદકીય
‘નિંદક નિયરે રાખિયે’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1993
ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. તેનો કોઈ નજીકનો સગો ભગવાન[...]
🪔 વિવેકવાણી
બળવાન બનો!
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 1993
આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છો અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્ય વિદ્યા અને એવી છાની-છાની બાબતો આપણામાં[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 1993
यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै। तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वैशरणमहं प्रपद्ये॥ निष्क्रियं निष्कलं शान्तं निरवद्यं निरंजनम्। अमृतस्य परं सेतुं दग्धेन्धनमिवानलम्|| જે સૃષ્ટિના[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 1993
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રો દ્વારા રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી ચંડીગઢ કેન્દ્ર દ્વારા ૧૨ મી જાન્યુઆરીએ વિવિધ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓની શોભાયાત્રા, વક્તૃત્વ સ્પર્ધા, મુખપાઠ[...]
🪔 પ્રેરક પ્રસંગો
‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના’
✍🏻 સંકલન
April 1993
દેવ, હું તમારા ચરણે પ્રણત છું. હું તમને... પ્રાર્થના કરું છું. મારો આત્મા સાંસારિક વસ્તુના ઝેરી નાગના ઝેરથી સંતપ્ત છે. આ ધરતી પર બધું જ[...]
🪔
બેલુરમઠની એક સવાર
✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી
April 1993
સંન્યાસીનાં વસ્ત્રો જેવાં ભગવા પથ્થરોની બેલુરમઠના મંદિરની બાંધણી – ઠાકુરદાની વાદળની આંખોની પાળ પરથી ઊડું-ઊડું કરતાં સોન પારેવાં બિછાવી દે છે હિમાદ્રિની બરફ વર્ષાનો શ્વેત[...]
🪔
મૃત્યૂપનિષદ (સમીક્ષા લેખ)
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
April 1993
જિંદગીનાં સાઠ વર્ષ પૂરાં થયાં અને ‘ઘડપણ રોગ અને મૃત્યુ’ નામધારી પુસ્તક ઘરનાં બારણાં ખટખટાવતું, ‘સાવધાન, સાવધાન’ કહેતું હાથમાં આવી પહોંચ્યું. પ્રથમ દૃષ્ટિએ પ્રચારાત્મક લાગતું[...]
🪔
ગાયત્રી મંત્રની ઉપાસના
✍🏻 સ્વામી મુખ્યાનંદ
April 1993
(‘ગાયત્રી મંત્ર’નું જે સર્વોચ્ચ સ્થાન છે, એવું વેદના બીજા કોઈ પણ મંત્રનું નથી. લેખક પોતે એક મહાન વિદ્વાન છે. આ ગૂઢ સૂત્રનું તેઓશ્રી ખૂબ રહસ્યપૂર્ણ[...]
🪔
આધ્યાત્મિકતાના ઉંબરે
✍🏻 સ્વામી અશોકાનંદ
April 1993
હજુ લાંબા સમય માટે આપણે બેવડી રમત રમવાની છે. કોઈ એવું ન વિચારે કે તમોગુણને હવે જીતી લીધો છે અને સૂક્ષ્મ દર્શન કરવાની શક્તિ પ્રાપ્ત[...]
🪔
એક અદ્ભુત મંદિરનગરી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
April 1993
સૌરાષ્ટ્રને અગ્નિખૂણે શૌર્યાંકિત ગોહિલવાડી ધરા ૫૨, ગોહિલોની મૂળ રાજધાની (ભાવનગર પાસેના) શિહોરથી આશરે અઢારેક માઈલ દૂર પાલિતાણા નામનું પુરાતન શહેર છે. એને પોતાની ગોદમાં રમાડતો[...]
🪔 જીવન પ્રસંગ
મારા જીવનનો ય કોઈ અર્થ છે ખરો! : (સુરેન્દ્રનાથ મિત્રના જીવનપ્રસંગો)
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
April 1993
“અરે ભાઈ તમે આટલા બધા અશાંત અને ઉદ્વિગ્ન છો તો તમે એકવાર પરમહંસદેવ પાસે દક્ષિણેશ્વરમાં આવોને!” “જુઓ, તમને એમનામાં શ્રદ્ધા છે, એ સારી વાત છે,[...]
🪔
સર્વની માતા (૩)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
April 1993
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં સ્વામી વિવેકાનંદ શ્રીમાના જીવનનું વૈશ્વિક મહત્ત્વ[...]
🪔
મહામાનવ મહાવીર અને દેહદમન
✍🏻 ડૉ. ગુણવંત શાહ
April 1993
મહાવીર સાથે અને જિન માર્ગ સાથે દેહદમન એવી રીતે જોડાઈ ગયું છે જાણે જૈનદર્શનનો સાર આત્મપીડન ન હોય ! આનાથી ચડિયાતી ભૂલ બીજી હોઈ ન[...]
🪔 સંપાદકીય
શાશ્વત રામ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 1993
‘રામધૂનમાં જે હિંદુ નથી તે કેમ જોડાય?’ એ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ લખ્યું હતું: “જ્યારે-જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો[...]
🪔 વિવેકવાણી
ભારતમાતા કી જય હો !
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 1993
ભારતના નવયુવકો ! તમારે ત્યાગ કરવો જોઈએ. મહાન બનો. ત્યાગ સિવાય કોઈ પણ મહાન કાર્ય બની શકે નહીં. આ જગતને સર્જવા માટે (આદિ) પુરુષે પોતે[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 1993
आत्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्। अन्तरात्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्। परमात्मा मे शुघ्यन्तां ज्योतिरहं विरजा विपाप्मा भूयासम्। મારેા દેહ શુદ્ધ થાઓ,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
March 1993
રાષ્ટ્રીય યુવા દિન અને યુવા સપ્તાહની ઉજવણી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઘણાં શાખા-કેન્દ્રોમાં ૧૨મી જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક[...]
🪔 પ્રશ્નોત્તરી
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૮
✍🏻 સ્વામી હર્ષાનંદ
March 1993
પ્રશ્ન: ૨૮. હિન્દુધર્મગ્રંથોમાં જાતિભેદની દીવાલ તોડનારા આંતરજાતીય સહ-ભોજનનો નિષેધ છે? આંતરજ્ઞાતીય લગ્નોને સ્વીકૃતિ છે? ઉ.: કેટલાંક ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈપણ જાતિની સચ્ચરિત્ર-વ્યક્તિનું[...]
🪔 કાવ્ય
કહીએ તો કોને જઈને કહીએ રે?
✍🏻 હરેશ ‘તથાગત’
March 1993
કાચાં કોઠાં, પાકાં પલાખાં જી, ઝૂરે લીલેપાન તરુશાખાજી. ભરવસંતે તો કેમ ખરીએ રે? માઠાં રે કાગળ, મીઠી દોત જી, દોરે કૂંડળી જીવતરની, મોત જી એકામિનાર[...]
🪔 કાવ્ય
અલખ આરે
✍🏻 દિલીપ જોશી
March 1993
પોત દેખાય છે અકળ એનું, એમ ખેંચાણ છે પ્રબળ એનું! રોજ મઘમઘ થતી ઝલક મારી, ચાંદ-તારા, જગત સકળ એનું! ગુંચવાતું ગલી, નગર સાથે, શોધવું ક્યાં[...]
🪔
“પરિપ્રશ્નેન સેવયા”નો માનદંડ
✍🏻 ચંદ્રકાંત શેઠ
March 1993
‘પ્રશ્નોપનિષદ’માં એક માર્મિક વાત જાણવા મળે છે. ભરદ્વાજસુત સુકેશા, શિબિકુમાર સત્યકામ, ગર્ગગોત્રી સૌર્યાયણિ, અશ્વલકુમાર કૌસલ્ય, વિદર્ભનિવાસી ભાર્ગવ તથા કત્યનો પ્રપૌત્ર કબન્ધી - આ છ ૠષિઓ[...]



